વડોદરા/ આખરે રંજન ભટ્ટે હેઠા મૂક્યા હથિયાર; પોસ્ટર વિવાદ વચ્ચે ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર, જાણો અનેક તર્ક વિતર્ક…

Ranjan Bhatt : લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી(Ranjan Bhatt ) ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે સાબરકાંઠાથી પણ મોટા સમાચાર…

Ranjan Bhatt : લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી(Ranjan Bhatt ) ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે સાબરકાંઠાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે સાબરકાંઠાથી જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ હવે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે પણ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની જેમ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.

રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી
સોશિયલ મીડિયા પર મુકેલા મેસેજ અંગે રંજનબેન ભટ્ટે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે મને અને ભાજપને બદનામ કરવામાં આવી રહ્યું છે તે જોતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું મને દસ વર્ષ સુધી પાર્ટી એ તક આપી અને હવે મારા પર વિશ્વાસ રાખી ત્રીજી વખત પણ લોકસભાની ટિકિટ આપી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મારે કારણે જો ભાજપની બદનામી થતી હોય તે અયોગ્ય છે તેને સાથે સાથે મારા કેટલાક અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. રંજનબેનની આ જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીમાં કંઈ ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો છે અને કાર્યકર્તાઓ જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા તેઓ ખુશ થયા છે જ્યારે રંજનબેનના ટેકેદારોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે રંજનબેનની આ જાહેરાતથી તેમના ટેકેદારો તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને નારાજગી વ્યક્ત કરતા હતા.

વડોદરામાં રંજન ભટ્ટ સામે હતી નારાજગી
વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ નારાજગી જોવા મળતી હતી અને પોસ્ટર વોર પણ જોવા મળ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જ્યારે રંજનબેન ભટ્ટનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું ત્યારથી વિરોધ જોવા મળતો હતો. હવે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને અંગત કારણોસર લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે.વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્રવડોદરા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાનાં માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. એ બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતુંબેનરો લાગતાં તંત્રમાં દોડધામ મચી હતી

વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર
વડોદરા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાનાં માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. એ બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું

વડોદરા ભાજપમાં કેમ આંતરિક વિખવાદ થયો
લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ હતા, જેમાં વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાય રહ્યાં હતાં એવાં પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતાં તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી ભૂકંપ સર્જ્યો હતો.