સાબરકાંઠા ભાજપમાં ભડકો! ભીખાજી ઠાકોરના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા -લોકસભાની ટીકીટ ભીખાજીને નહિં તો ભાજપને મત નહિં

Sabarkantha Lok Sabha Election: સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના(Sabarkantha Lok Sabha Election) નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર…

Sabarkantha Lok Sabha Election: સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના(Sabarkantha Lok Sabha Election) નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા છે.

સમર્થકોમાં ભારે નિરાશા
સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા છે.

સમર્થકો રસ્તા પર ઉતર્યા
મેઘરજમાં હજારો લોકોએ એકત્ર થઈને દેખાવ કર્યા છે. ભીખાજીના સમર્થનમાં અને નવા ચહેરા શોભના બારૈયા વિરુદ્ધ બે હજારથી વધુ કાર્યકરો રાજીનામું આપી દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. સમર્થકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે જો ભીખાજીનું નામ ફરીથી ઉમેદવારમાં નહીં આવે તો અમે મતદાન પણ નહીં કરીએ. તેમણે પક્ષને વર્ષો આપ્યા છે તો તેમનું જ નામ આવવું જોઇએ. નવા ચહેરાનો અમે વિરોધ કરીએ છીએ.‘અટકનો કોઇ વિવાદ નથી’આ પરિસ્થિતિમાં અમારા સંવાદદાતાએ ગાંધીનગર મિટિંગમાં આવેલા ભીખાજી ઠાકોર સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, પાર્ટી જે નિર્ણય કરે તે હું કરીશ.

‘પાર્ટી જે કહેશે તે કરીશ’
જન આક્રોશ અંગે પૂછતા તેમણે જણાવ્યુ છે કે, લોકો સમર્થનમાં છે મેં તેમને વિરોધ કરવાનું કાંઇ કહ્યુ નથી પરંતુ તેઓ મારા સમર્થનમાં આ કરી રહ્યા છે. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે પ્રમાણે મેં કર્યુ છે. નામ ન આવવામાં અટકનો કોઇ વિવાદ નથી તે ઉપજાવેલી વાત છે.પાર્ટી જે કહેશે તે કરીશ’આ સાથે તેમણે જણાવ્યુ કે, લોકોનો મત છે કે, વર્ષો જૂના કાર્યકર્તા છો તો તમારે ચૂંટણી લડવી જોઇએ. લોકોમાં નવા ચહેરા પર જન આક્રોશ છે પરંતુ પાર્ટીનું મજબૂત સંગઠન છે તે આ તમામ બાજુ સંભાળી લેશે. હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરતા છું પાર્ટી જે કહેશે તે કરીશ.

ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓનું ટોળું સાથે વિરોધ કરવા આવી પહોંચ્યા
તો બીજી તરફ હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠનમાં હોદ્દેદારો ઉપરાંત ઇડર તાલુકા પંચાયત પ્રમુખ સંગઠન હોદ્દેદારો ઇડર શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓનું ટોળું સાથે વિરોધ કરવા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ અને મહામંત્રી વિજય પંડ્યાએ રજૂઆતો સાંભળી હતી અને પ્રદેશમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.