વડોદરામાં આજે ક્રાઇમ બ્રાન્ચે સ્પા અને મસાજ પાર્લર પર દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદો મળી કે યુવાધન સ્પા અને મસાજ પાર્લરમાં બરબાદ થઈ રહ્યું છે અને ત્યાં દેહક્રિયા ચાલે છે. આવી ફરિયાદ મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને મસાજ પાર્લર પર ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદોને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તરમાં 8 ટિમો બનાવી ક્રાઇમ બ્રાન્ચે પાડી રેડ.
સ્પા અને મસાજ પાર્લર કોઈ પ્રકારની ગેરપ્રવૃત્તિ ચાલે છે કે નહીં, લાયસન્સ છે કે નહીં, ગ્રાહકો દેહક્રિયા માટે લોભામણી લાલચો આપવામાં આવે છે કે નહીં , વિદેશી યુવતી ક્યાંની છે એની માહિતી લીધી હતી..આ રેડ પડતાંની સાથે જ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
સમાજમાં વધતી જતી બદીઓના પ્રમાણને ડામવા જે રીતે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી તે સરાહનીય છે. મોટા ભાગે આવા સ્પા અને મસાજ પાર્લરના નામે સમાજમાં બદીઓનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે સતત ફરીયાદો મળી રહી છે.ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમોએ સઘન કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.