પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે અલ્પેશ ઠાકોર

Published on: 6:27 am, Fri, 10 May 19

અલ્પેશ ઠાકોર ને લઈને ગુજરાતમાં રાજનીતિક વાતાવરણ ગરમાઇ રહ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પરથી હટાવવા માટે વિધાનસભા ના અધ્યક્ષ ને માંગ કરી છે. અલ્પેશ ઠાકોરની બીજેપી માં જોડાવાની અટકળો વધવા લાગી છે.

અલ્પેશ ઠાકોર ને લઈને રાજનૈતિક વાતાવરણ ત્યારે ગરમાયું કે, જ્યારે અલ્પેશ પોતાના ઘરના વાસ્તુ પૂજન માં બીજેપી અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને આમંત્રણ આપ્યું. અલ્પેશ ઠાકોર ને બીજેપી નેતાઓ સાથેની તસવીરો વાયરલ થતાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

જ્યારે બીજી બાજુ ઠાકોરના ધારાસભ્યપદના લઈને કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષ ના દરવાજા ખટખટાવ્યા છે. અલ્પેશ કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપ્યું છે પરંતુ ધારાસભ્ય પદે હજી પણ સ્થિત છે. જેને લઇને કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષ ને અરજી કરી છે કે તેઓ અલ્પેશને ધારાસભ્ય પરથી સસ્પેન્ડ કરે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષએ  થોડા દિવસોમાં આ મામલા પર કાર્યવાહી કરવા વિશે આશ્વાસન આપ્યું છે.

જ્યારે કોંગ્રેસ એ અલ્પેશ ઠાકોર ના મામલાને લઈને વિધાનસભાના સ્પીકર પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોની કોઈ ભૂલ હોતી નથી, છતાં તેમના વિરૂદ્ધ કાર્યવાહી થાય છે અને તેમને ધારાસભ્ય પદે થી હટાવવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ભગવાનજી બારડ ના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરીવાર ચૂંટણી પર સ્ટે લીધો. જ્યારે ભાજપ ના ધારાસભ્ય ની વાત આવી તો ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ હાઇકોર્ટ દ્વારા તેમનું સભ્યપદ રદ કરવા છતાં તેમને સસ્પેન્ડ ન કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.