વડોદરા (Vadodara) શહેરના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ પાણીગેટ મુસ્લિમ હોસ્પિટલ (Muslim Hospital) પાસે બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈને જોરદાર પથ્થરમારો (Stone Pelting) થયો હતો. જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બનીને 19 લોકોની અટકાયત કરી છે. આ છમકલામાં દુકાનો અને વાહનોને આગ ચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પાણીગેટ વિસ્તારમાં પોલીસ તોફાનને કાબૂમાં લેવી પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો.
મોડી રાતે તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થતાં તોફાનીઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં તોફાનીઓએ આતંક મચાવ્યો હતો અને પથ્થરમારો, આગચંપી અને પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા.
વડોદરાનો આ વિસ્તાર કોમી રીતે પહેલથી જ સંવેદનશીલ ગણાય છે. અહિયાં હરહમેશ કોમી નાના મોટા છમકલાં થયાના બનાવ બનતા આવ્યા છે. આ અગાઉ ગણેશ વિસર્જન, તાજિયા જેવા ધાર્મિક ઉત્સવોમાં પણ અહીં પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી ચૂકી છે. વડોદરાનો પાણીગેટ વિસ્તારને કોમી રીતે સંવેદનશીલ ગણાય છે. અહીં છાશવારે છમકલાં થયાના બનાવ છે. અગાઉ ગણેશ વિસર્જન, તાજિયા જેવા પ્રસંગોએ પણ અહીં પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.