મોટા ભાગના લોકો ઘરેલા, પૈસા જેવી કીમતી વસ્તુને બેંક લોકરમાં મુકતા હોય છે. બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં લોકરરૂમમાં ઉધઈ લાગી હતી. તે અંગેની જાણ બેન્કનાં અધિકારીઓને જ ન હતી. આજ રોજ એક મહિલા ખાતેદાર બેન્કનાં લોકરમાં મુકેલા રોકડા રૂપિયા લેવા માટે આવ્યા તે સમયે આ વાત અંગેનો ખુલાસો થયો હતો.
મહિલા ખાતેદાર દ્વારા લોકરમાં મુકવામાં આવેલ રોકડા રૂપિયા 2 લાખ કરતા વધુ ઉધઈ કાતરી ગઈ હોવા અંગેનું બહાર આવતા હોબાળો મચ્યો હતો. બેન્ક અધિકારીઓએ બીજા લોકરમાં પણ ઉધઈ આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. વડોદરા શહેરનાં પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાઈલાઈન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલ છે. જે બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા આપે છે.
બેન્કનાં એક મહિલા ખાતેદારે એમનાં લોકરમાં રૂપિયા 2 લાખ કરતા વધુ રોકડ પૈસા મુક્યા હતા. એમાં 5, 10, 100 તેમજ 500 રૂપિયાની ચલણી નોટો હતી. મહિલા ખાતેદારને રોકડી જરૂર હોવાનાં લીધે તેઓ બેન્કમાં લોકરમાંથી પૈસા લેવા માટે આવ્યા હતા. લોકર ખોલતાની સાથે જ તે મહિલાના હોંશ ઉડી ગયા હતા.
લોકરમાં મુકવામાં આવેલ 2 લાખ કરતા વધારે રૂપિયાને ઉધઈ કોતરી ગઈ હતી. જે બાબતે મહિલા દ્વારા બેન્કનાં અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતા એમણે પણ લોકર રૂમમાં ઉધઈ બાબતે અજાણ હોવા અંગેનું કહ્યું હતું. જો કે, બેન્ક અધિકારીઓએ બીજા લોકરમાંથી પણ ઉધઈ આવી ગઈ હોવા અંગેની શંકા વ્યક્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle