ગુજરાતમાં અવાર-નવાર સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ લેવામાં આવતી રહે છે. આ વી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત વડોદરા શહેરમાં અરજીના નિકાલ માટે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માંગનાર વડોદરા શહેરના વાડી પોલીસ મથક (Vadi Police Station-Vadodara)ના PSI રાહુલ પરમાર (Rahul Parmar 10 હજાર રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથે ઝડપાયો હતો. વડોદરા ACBએ આરોપી PSIની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે. આ ઘટનાના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
PSI એ 50 હજારની લાંચ માંગી હતી
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં રહેતા ફરિયાદીના કારખાનાવાળી જગ્યા ઊપર એક વ્યક્તિએ અવરોધ ઊભો કર્યો હતો, જે અંગેની ફરિયાદીએ અરજી કરી હતી, જે અરજી સામે અવરોધ ઊભો કરનારા વ્યક્તિએ પણ ફરિયાદી વિરૂદ્ધ એટ્રોસિટીની અરજી કરી હતી. આ બન્ને અરજીની તપાસ કરી રહેલા PSI રાહુલકુમાર પરમાર(રહે, MIG ફ્લેટ, જ્યુપિટર ચોકડી પાસે, માંજલપુર, મૂળ રહે, -મથુરાનગર સોસાયટી ONGC રોડ, કલોલ, ગાંધીનગર)એ અરજીના નિકાલ માટે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી જે રકઝકના અંતે રૂપિયા 10 હજાર લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર પાછી આ સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ ACBને જાણ કરતા ACBની ટીમે વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવ્યું હતું અને PSIને ફરિયાદી પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
PSIની અપ્રમાણસર મિલકત અંગે પણ તપાસ થશે
ACBના છટકામાં લાચની રકમ સ્વીકારતા ઝડપાયેલો PSI રાહુલ કુમાર પરમાર લક્ઝુરિયસ કારનો શોખીન હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષે તે નવી કાર ફેરવતો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી, ત્યારે લાંચિયા PSIએ લાંચની રકમથી કેટલી અપ્રમાણસરની મિલકત વસાવી છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ વિભાગને લાંછન લગાવે તેવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. બે દિવસ પહેલા જ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના PI લક્ષ્મણસિંહ બોડાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ પહેલા લીંબડી પોલીસ મથકના પીએસઆઈ સામે પણ ત્રણ યુવકોને જાતિવિષયક શબ્દો કહીને માર મારવાનો ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દ્વારકા માં પણ જુગારના આરોપીઓની સામે જ પોલીસ ખુદ જુગાર રમવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en