ગુજરાત(Gujarat): રાજ્યમાં તાલિબાની સજા(Taliban punishment) આપતો એક કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે, ફક્ત એટલું જ નહી પરંતુ યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો છે કે તેમનું મોત નિપજ્યું છે. ગુજરાત રાજ્યમાં ગુના ખોરીને છુટો દોર મળી ગયો હોય તેવું આ ઘટનાને જોતા લાગી રહ્યું છે. કેમ કે, જોવા જઈએ તો દિવસે દિવસે રાજ્યના ક્રાઈમ રેટ(Crime rate)માં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કાળજું કંપાવી નાખે તેવી વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
View this post on Instagram
યુવતીના પરિવારજનોએ યુવકને માર્યો તાલીબાની માર:
વડોદરા(Vadodara) શહેરમાં પ્રેમ કરવાને લીધે યુવકને એવી રીતે માર મારવામાં આવ્યો કે. તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વડોરામાં પાદરા પંથકમાં રહેતા પરિવારને યુવકના કુંટબની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણ થતા યુવકને તાલિબાની સજા જેમ ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં એટલી હદે માર માર્યો હતો કે અંતે યુવકનું કરુણ મોત નિપજ્યું છે.
યુવકને અપહરણ કરી ઝાડ સાથે બાંધી માર્યો તાલીબાની માર:
યુવકને તાલીબાની સજામાં માર મારતો હોય એવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, યુવકને તાલિબાની સજાની જેમ માર મારવામાં આવી રહ્યો છે જેમાં તેને ઝાડ સાથે બાંધીને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે, યુવક મદદ માટે પોકારે છે પરતું ઝુનુન અને આવેશમાં આવેલા લોકો તેને ઢોરની જેમ માર્યા જ રાખે છે. જો કે વીડિયો વાયરલ થતા સમગ્ર મામલે પોલીસ પણ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા, અપહરણ સહિત અનેક કલમો નોંધી આરોપી કિરણ, મોહન, રેમેશ, કાળીદાસ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.