જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી યુવક સાથે પત્નીની જેમ ફરી રહેલી યુવતી પોતાના જન્મદિને લગ્ન રજિસ્ટ્રર કરવાનું અને તેના દસ દિવસ પછી સપ્તપદીના સાત ફેરા ફરી નવવધૂ બનવાના સપના જોઈ રહી હતી. પરંતુ, લગ્ન રજિસ્ટર કરવાના દસ દિવસ અગાઉ જ યુવકે તેના પરિવારજનોના કહેવાથી યુવતીને લગ્ન કરવાની ના કહી દીધી હતી અને આ વજ્રઘાત સમો આંચકો અનુભવનાર વડોદરા(Vadodara)ની યુવતીએ ગળાફાંસો ખાઇ જિંદગીનું અંતિમ પગલું ભર્યું છે.
જો વાત કરવામાં આવે તો લગ્નના ખૂશીના માહોલ વચ્ચે સર્જાયેલી કરૂણાંતિકાભરી ઘટનાની માહિતી એવી છે કે, વડોદરા શહેરના વાઘોડિયા રોડ સિંધવાઇનગરમાં ઝવેરભાઇ ફોગટભાઇ રોહિત પત્ની બે દીકરીઓ 24 વર્ષિય વંદના (અકું), 20 વર્ષિય દિવ્યા અને પુત્ર 22 વર્ષિય મિહીર સાથે રહે છે. આ પરિવારની બે દીકરીઓ પૈકી મોટી દીકરી વંદના (અકું) અને વાઘોડિયાના ખટંબા ગામ નજીક આવેલી ગોકુલેશ સોસાયટીમાં રહેતા તેજસ ચંદ્રકાંત ચૌહાણ એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ઘણા સમયથી બંને એકબીજાના પરિચયમાં હોવાથી ત્રણ મહિના અગાઉ વંદના અને તેજસના પરિવારજનો દ્વારા ભેગા મળી બંનેના લગ્ન કરી અપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને લગ્નની તારીખ પણ તારીખ 26 એપ્રિલ 23ના રોજ કઢાવી લેવામાં આવી હતી.
વંદના (અકું) અને તેનો ભાવી પતિ તેજસ
મહત્વનું છે કે, પરિવારજનો લગ્ન કરાવી આપવા માટે હા પાડતા વંદના (અકું) અને તેજસ ખુશખૂશાલ થઇ ગયા હતા અને બંને એક-બીજાના ઘરે આવતા જતા હતા અને સાથે ફરવાનું પણ શરૂ કરી દીધું હતું. વંદના (અકું) પણ પત્નીની જેમ જ તેજસ સાથે ફરવાનું શરૂ કરી દીધું હતું. લગ્નને ત્રણ મહિના જેટલો સમય બાકી હોવાથી વંદના (અકું)એ તેજસને જણાવતા કહ્યું કે, 18 એપ્રિલ 24ના રોજ મારો જન્મ દિવસ છે અને આ દિવસે કોર્ટમાં રજિસ્ટર કરાવી દઇએ. તેજસ અને તેજસના પરિવારજનોએ પણ વંદનાના કહ્યા અનુસાર સંમતી દર્શાવી હતી.
જો વાત કરવામાં આવે તો વંદનાનો જન્મ દિવસ અને તે દિવસે લગ્ન રજિસ્ટર કરવાના દિવસો આવવાને ગણતરીના કલાકો ગણાઈ રહ્યા હતા. પરંતુ વંદનાના આપઘાત પૂર્વેનો એ દિવસ પરિવાર માટે અપશુકનીયાળ સાબિત થવા પામ્યો હતો. વાત કરીએ તો રાત્રે વંદનાના પિતા ઝવેરભાઇ કામ ઉપર ગયા હતા. તે સમયે વંદનાની બહેન દિવ્યાએ પિતાને ફોન કરીને જણાવતા કહ્યું કે, બહેન વંદના (અકું)ને તેના સાસરીવાળાએ ફોન કરીને વૈકુંઠ ચાર રસ્તા બોલાવી છે. કંઇક અજુગતુ લાગી રહ્યું છે અને તમે આવો. તે પહેલાં વંદના તેની માતા વિણાબહેન વૃંદાવન ચોકડી પહોંચી ગયા હતા અને ત્યાર બાદ વંદનાના પિતા પણ આવી પહોંચ્યા હતા.
સાથે જ વંદનાનો ભાવિ મંગેતર, પિતા ચંદ્રકાંત, માતા દક્ષાબહેન, જીજાજી જયદેવ, બહેન નાનુ,જયદેવની માતા નિરૂબહેન, પિતા વૈકુંઠ ચોકડી ખાતે આવી પહોચ્યા હતા અને તેજસ અને તેના પરિવારજનોએ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. ખુબ જ ખરાબ અપશબ્દો બોલતા જ વંદનાની માતા સ્થળ પર બેભાન થઇ ગઇ હતી અને ત્યારબાદ તેણે સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન તેજસના પરિવારજનોએ વંદનાને જણાવતા કહ્યું કે, તેજસ સાથે લગ્ન કરવાનું ભૂલીજા. ત્યારે વંદનાએ લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું તો તેજસના બનેવી અને તેના માતા-પિતાએ જણાવતા કહ્યું કે, તેજસ સાથે લગ્ન કરવાની તમારી ઔકાત નથી. તમે ઘર-બાર વગરના છો. તે પ્રકારના અનેક અપમાનજનક અપશબ્દો બોલી દીધા હતા. જેને કારણે વંદના નાસીપાસ થઇ ગઇ હતી અને ચોંધાર આંસુએ આખી રાત રડી હતી.
મહત્વનું છે કે, વંદનાએ આખી રાત રડવામાં પસાર કર્યા પછી તારીખ 4 એપ્રિલના રોજ તેના માતા-પિતા શંકરપુરા ગામ નજીક આવેલા રામાપીરના દર્શન કરવા માટે ગયા હતા અને દીકરી વંદના અને પરિવાર ઉપર આવી પડેલું સંકટ દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન ઝવેરભાઇ અને તેમના પત્ની વિણાબહેન બંને મંદિરમાંથી પ્રાર્થના કરીને બહાર નીકળી રહ્યા હતા. ત્યાંજ વંદનાના ભાઇ મિહીરે ફોન કરીને પિતાને જણાવતા કહ્યું કે, વંદના દીદીએ પંખાના હુક ઉપર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો છે. આ સાંભળીને તરત જ માતા-પિતા ઘરે દોડી આવ્યા હતા અને દીકરીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તબીબોએ વંદનાને મૃત જાહેર કરતા પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, યુવતીએ જીવનનું અંતિમ પગલું ભરતા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. જેમાં બહેન અને ભાઇને સંબોધતા તેમણે લખ્યું હતું કે “પપ્પા-મમ્મીની સંભાળ રાખજો.” દીકરીના લગ્નની તૈયારી કરી રહેલા માતા-પિતાએ જણાવતા કહ્યું હતું કે, અમે સોળે શણગાર સજેલી દીકરીની ઘર આંગણેથી ડોલી ઉઠે તેની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ, ઘર આંગણેથી દીકરીની અર્થી કાઢવાનો વારો આવ્યો છે. મારી દીકરીને મોતના મુખમાં મોકલવા માટે જવાબદાર તમામ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની અમારી માંગ છે.
હાલમાં તો ઝવેરભાઇ રોહિતે દીકરી વંદનાના મોત માટે જવાબદાર વંદના સાથે લગ્નનો ઇન્કાર કરનાર તેજસ ચંદ્રકાંત ચૌહાણ, દક્ષાબહેન ચંદ્રકાંત ચૌહાણ, ચંદ્રકાંત ચૌહાણ , નાનુબહેન જયદેવ મકવાણા, જયદેવ દિનેશ મકવાણા, નિરૂબહેન દિનેશભાઇ મકવાણા, દિનેશભાઇ અંબાલાલ મકવાણા અને અંબાલાલ મકવાણા સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. બાપોદ પોલીસ દ્વારા તમામ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.