સુરતમાં બેફામ બન્યા તસ્કરો – માત્ર રૂપિયા નહીં પણ આખે આખું પાનના ગલ્લાનું કેબીન જ ઉઠાવી ગયા- જુઓ CCTV વિડીયો

સુરત(Surat): શહેરમાં તસ્કરો હવે તમામ હદ વટાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા બ્રાન્ડેડ બુટની ચોરી અને તે…

સુરત(Surat): શહેરમાં તસ્કરો હવે તમામ હદ વટાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા બ્રાન્ડેડ બુટની ચોરી અને તે પહેલા ગટરના ઢાંકણાની ચોરી અંગે તો તમે સાંભળ્યું હશે અને વિડિયો પણ જોયા હશે. તારે હવે સુરતના મોટા વરાછા(Mota Varachha)માં આવેલ પાનના ગલ્લાની કેબીન ચોરી(Panna Galla’s cabin theft) થવાની ઘટના સામે આવી છે.

આ કેબિન ચોરી થયાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ટેમ્પો લઈને આવેલા તસ્કરો આખે આખી પાનના ગલ્લાની કેબિને ચોરી કરીને ત્યાંથી ભાગી જાય છે. આ સમગ્ર ઘટનાને પગલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

 

મહત્વનું છે કે, સુરતના કાપોદ્રા ઇન્દિરા નગર પાસે રહેતા અવધેશ બ્રિજભૂષણ પાંડે મોટા વરાછામાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ સામે ગાયત્રી ખમણ નામની દુકાનની સામે બનારસી પાન સેન્ટર નામના પાનના ગલ્લાની કેબિન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ તેઓની આ કેબિન મોડીરાત્રીએ અજાણ્યા શકશો ચોરી ગયા હતા. અવધેશ પાંડે સવારમાં ગલ્લા પર વેપાર કરવા માટે આવ્યા ત્યારે તેમનો પાનનો ગલ્લો જોવા મળ્યો ન હતો. જેને કારણે તે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.

સુરતની આ ચોરીની ઘટના ખૂબ જ અચરજ પમાડે તેવી છે. કરો માત્ર ગલ્લાની અંદર રહેલા રોકડ રૂપિયા જ નહીં પરંતુ આખેઆખો ગલ્લો જ ટેમ્પો માં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને કારણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાને લઈને અવધેશભાઈને ચોરી થવા અંગેની જાણ થતાં તેઓએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. અવધેશભાઈની ફરિયાદ અનુસાર, 25 હજારની પાનના ગલ્લાની કેબિન અને તેમાં રહેલો 10 હજારનો સમાન મળીને કુલ 35,260 રૂપિયાની મતા ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. આ સમગ્ર મામલે ઉતરાણ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *