ગુજરાત(Gujarat): વાત કરવામાં આવે તો કારમાં આગ(Car fire) લાગવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના વલસાડ(Valsad)થી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, જેમાં AC ચાલુ રાખી કારનો ચાલક ઊંઘી ગયો હતો. જોકે, અચાનક કારમાં આગ લાગવાને કારણે ચાલક કારની અંદર જ ભડથું થઇ ગયો હતો.
મહત્વનું છે કે, વલસાડ તાલુકાના સોનવાડા હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર મુંબઈ બાજુ જઈ રહેલા ટ્રેક ઉપર ઉભેલી એક કાર આખે આખી સળગી ઉઠી હતી. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ફાયર ફિભાગની મદદ માંગવામાં આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભગની ટીમને થતા ફાયર વિભાગની ટીમે તરત જ ઘટના સ્થળે પહોંચી અવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વલસાડ ડુંગરી હાઇવે પર જતી આર્ટિકા કારમાં લાગી આગ#VALSAD #વલસાડ #CAR #fire #Video #news #WATCH #trishulnews pic.twitter.com/iI1NdrIz6d
— Trishul News (@TrishulNews) April 6, 2023
વધુમાં ઘટના અંગે વાત કરવામાં આવે તો, ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું સંચાલન કરવામાં આવ્યું હતું. કારમાં ચેક કરવામાં આવતા કારમાં એક યુવક ડ્રાવિંગ સીટ ઉપર સળગી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં ચેક કરતા કારનો ચાલક કાર ઉભી રાખી સુઈ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઘટના અંગે કાર નંબર ઉપરથી ડુંગરી પોલીસ દ્વારા કાર ચાલકને પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગણદેવીના ખાપરિયા ગામમાં રહેતા ભાઈલાલભાઈ છીબાભાઈ પટેલનો 33 વર્ષનો દીકરો દિવ્યેશ ગત રાત્રીના રોજ તેની કાર લઈને તેની પત્ની ભૂમિ અને દીકરા ધૈર્યને લઈને બીલીમોરા તેના પિયર મૂકી 3 મિત્રો સાથે અમદાવાદ જવાનું ટેલિફોન ઉપર જણાવ્યું હતું અને તે કાર લઈને નીકળી ગયો હતો.
મહત્વનું છે કે, મૃતક દિવ્યેશની વાપી ખાતે ડેલ્ટા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી ચલાવી રહ્યો હતો. ડુંગરી પોલીસ દ્વારા FSLની ટીમની મદદ લેવામાં આવી અને પ્રાથમિક ચેક કરતા કાર કારની હેન્ડ બ્રેક ખેચેલી જોવા મળી હતી. જેથી કાર ઉભેલી હોવાનું જાણવા મળ્યું હતું. સાથે કાર ચાલક દ્વારા ડ્રાયવર સીટ પાછળની બાજુ પુશ કરેલી હોવાની અને સીટ બેલ્ટ બાંધેલો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડુંગરી પોલીસ દ્વારા અને દિવ્યેશન પરિવારના સભ્યોએ દિવ્યેશને કાર ચલાવતા ઊંઘ આવતી હોવાને કારણે AC ચાલુ રાખી સુઈ ગયો હશે અને કારમાં આગ ભડકી ઉઠી હોવાનું પરિવારના સભ્યોએ અકસ્માતમાં મોતની નોંધમાં અને FSLની ટીમે પ્રાથમિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.