વલસાડ(ગુજરાત): આજકાલ એવી ઘણી ઘટનાઓ બની રહી છે જેમાં નાની વાતમાં ધીરજ ગુમાવીને યંગસ્ટર્સ(Youngsters) આત્મહત્યાનો રસ્તો અપનાવી લેતા હોય છે. આવો જ એક કિસ્સો વલસાડ(valsad)માં બન્યો છે. હાલમાં મનને વિચલિત કરી દે તેવી તસવીરો વલસાડથી સામે આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, સેલવાસ(Selvas)માં અગાશી(Terrace) પર સ્યૂસાઈડ કરવા જતી એક દીકરીને પિતાએ બચાવી લીધી હતી. જેનો વીડિયો(suicide video) પણ સામે આવ્યો છે. વલસાડના સેલવાસામાં પિતાની સર્તકતાથી પોતાની દીકરીનો જીવ બચ્યો છે. જાણવા મળ્યું છે કે, આપઘાત કરવાના હેતુથી એક યુવતી એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી. આ જોઈ મોટી સંખ્યામાં આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. આ જોઈ માતાપિતા પણ ટેરેસ પર દોડી આવ્યા હતા.
મનને વિચલિત કરી દે તેવો વીડિયો, પિતાની નજર સામે દીકરી આત્મહત્યા કરવા અગાશી પર પહોંચી #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/EsNRoclIAQ
— Trishul News (@TrishulNews) October 7, 2021
તેમણે દીકરીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ, દીકરી માની ન હતી. આખરે પિતાએ દીકરીને બચાવવા માટે તેનો હાથ પકડી લીધો હતો અને તે નીચે કૂદકો મારે તે પહેલા જ પિતાએ તેને નીચે ઉતારી લીધી હતી. દીકરીના આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એપાર્ટમેન્ટની સામેની સાઈડમાં ઉભેલા રહીશોમાંથી કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. જોકે, આ કિસ્સો દરેક માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે. એમાં પણ નોકરી કરતા માતાપિતા માટે સંતાનોને સાચવવા મોટી ચેલેન્જ હોય છે. ત્યારે તેઓ કોઈ એવુ ન પગલુ ભરી બેસે જેનાથી આજીવન અફસોસ કરવાનો વારો આવે તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.