વલસાડમાં દસ રૂપિયાની ‘ચા’ બની મહિલાની મોતનું કારણ- મળ્યું કમકમાટી ભર્યું મોત

કેટલાય લોકો પોતાની ટ્રેન(Train) છૂટી ન જાય એ માટે જીવના જોખમે ચાલુ ટ્રેને ચડતા હોય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ચાલુ ટ્રેને ચડતી વખતે એક વૃધ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળ્યુ છે કે, મૈસુર અજમેર એક્સપ્રેસ ટ્રેનના S-4 કોચમાં યાત્રા કરતા વૃદ્ધા વલસાડ(Valsad) રેલવે સ્ટેશન આવતા પ્લેટફોર્મ ઉપર આવેલી સ્ટોલ ઉપર ચા(Tea) લેવા ગયા હતા. ચા લઈ પરત ફરતા ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. આ દરમિયાન ચાલુ ટ્રેને કોચમાં બેસવા જતા વૃદ્ધાનો પગ સ્લીપ થતા વૃદ્ધા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાઈ ગયા હતા. ટ્રેનનું પૈડું વૃદ્ધા ઉપર ફરિવળતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ટ્રેન રોકાય ત્યાં સુધીમાં તો કાળ ભરખી ગયો:
મળતી માહિતી અનુસાર, મૂળ બેંગલુરૂના રહેવાસી મુમતાઝબેન મૌસુર અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં S-4 કોચમાં યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવી પહોંચતા મુમતાઝબેન પ્લેટફોર્મ ઉપર ચા લેવા ઉતર્યા હતા. સ્ટ્રોલ ઉપર સામાન ખરીદવા યાત્રીઓની ભીડ જામી હતી. મુમતાઝબેન ચા લઈને ટ્રેન તરફ આવી રહ્યા હતા. એ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી.

મુમતાઝબેન ચાલુ ટ્રેને કોચમાં ચઢવા જતા મુમતાઝબેનનો પગ સ્લીપ થઈ ગયો હતો. શરીરનું બેલેન્સ ગુમાવવાને કારણે મુમતાઝબેન ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયા હતા. તેથી ઘટના સ્થળે હાજર લોકોની બુમાબુમ થતા એક જાગૃત યાત્રીએ ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ટ્રેન અટકે ત્યાં સુધીમાં મુમતાઝબેનને ગંભીર ઇજાઓ પહોંચી ગઈ હતી. આ પછી તાત્કાલિક પને 108ની મદદ લેવામાં આવી હતી.

પરંતુ, મુમતાઝબેનને ગંભીર ઇજાઓ પહોચી હોવાને કારણે વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ GRPની ટીમને થતા GRPની ટીમે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે GRPની ટીમે વૃદ્ધાના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. તેમજ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *