હાલમાં જયારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સતત દારૂની હેરાફેરીના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વલસાડ LCBની ટીમને જાણકારી મળી હતી કે, ધમડાચી હાઇવે ઉપરથી એક પોલીસ જવાનને 226 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યો હતો. LCBની ટીમ દ્વારા ભરૂચના પોલીસ જવાનને તેની પત્ની અને બાળક સાથે કારમાં દારૂનો જથ્થો લઈને જતા ઝડપી પાડવામાં આવ્યો હતો. દારૂના કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ-16-CB-5412માં દમણથી દારૂનો જથ્થો ભરી એક મહિલા સાથે કારનો ચાલક સુરત તરફ જઈ રહ્યો હતો. જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમ દ્વારા ધમડાચી હાઇવે પાસે એપીએમસી સામે કારને અટકાવવામાં આવી હતી. કારમાં ચાલક અને તેની બાજુમાં એક મહિલા નાના બાળક સાથે બેઠી હતી. LCBના જવાનોએ કારના ચાલકને ઉતારી કારને ચેક કરતા કારની ડ્રાઈવર સીટ પાછળ અને કારની ડેકીમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કારનો ચાલક દીપકભાઈ રમણભાઈ પરમાર ઉમર વર્ષ 37 પાલેજ પોલીસ લાઈનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. મમતા દીપકભાઈ પરમાર અને તેના દીકરાને ડિટેન કર્યાં હતાં. LCBની ટીમે DSP કચેરીએ આવીને કારમાંથી દારૂનો જથ્થો ગણતા 226 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 87,800 તેમજ 3 મોબાઈલ ફોન અને ટેબ્લેટ મળી કુલ 6.02 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મમતા બેનને વલસાડમાં રહેતા સંબંધીને ત્યાં બાળકને મોકલી આપવા જણાવ્યું હતું. પરંતુ વલસાડમાં તેમનું કોઈ સંબંધી રહેતું ન હતું. LCBની ટીમ દ્વારા ભરૂચનો પોલીસ જવાન દિપક પરમાર અને મમતા પરમાર સામે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દિપક પરમાર પાસેથી પોલીસનો ID કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તમામ ડોક્યુમેન્ટ કબજે કરી માલ ભરાવી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ જવાન વિરૂધ્ધ રૂરલ પોલીસ મથક દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.