વલસાડ જીલ્લા પોલીસે બોલાવ્યો સપાટો -એક જ રાતમાં 1200 થી પણ વધારે દારૂડિયાઓને પકડી પાડ્યા

નવાં વર્ષની શરૂઆત થતાની સાથે એટલે કે વર્ષના અંતિમ દિવસે  દારુ પીને માર્ગ પર ફરતા તેમજ વાહન ચલાવતા લોકોને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા કડક…

નવાં વર્ષની શરૂઆત થતાની સાથે એટલે કે વર્ષના અંતિમ દિવસે  દારુ પીને માર્ગ પર ફરતા તેમજ વાહન ચલાવતા લોકોને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ હોવાને લીધે રાજ્યમાં દારૂનું વેચાણ અથવા તો એનું સેવન કરવાં પર તથા જે લોકો દારુ પીધેલી અવસ્થામાં પકડાય છે તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

આવા સમયની વચ્ચે એટલે કે, 31 ડિસેમ્બરની રાત્રીએ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂડિયાઓને પકડી પાડવા માટે સપાટો બોલાવ્યો હતો તેમજ વિવિધ સ્થળો પર ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વલસાડ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે રાત્રીના સમયે દારૂ પીધેલા કુલ 1,200 કરતા વધુ લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.

અતિ મહત્ત્વની વાત તો એ છે કે, ગુજરાતની અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી તથા દમણમાં દારૂ પીવાની મંજુરી હોવાને લીધે કેટલાંક લોકો 31 ડિસેમ્બરે દારુની પાર્ટી કરવા માટે દમણ અથવા તો દાદરાનગર હવેલીમાં જતા હોય છે ત્યારે આવાં લોકો દારુના નશામાં ગુજરાતમાં પ્રવેશ કરે નહિ તેની માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ચેકપોસ્ટ પર ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

પોલીસ દ્વારા જે કોઈપણ લોકો દમણ સાઈડથી ગુજરાતમાં પ્રવેશ કરે તેમના વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.  વલસાડ જિલ્લા પોલીસના ચેકિંગમાં કુલ 1,200 કરતા વધુ લોકો દારુના નશામાં ઝડપાયા ત્યારે બધાં જ લોકોને સામાજિક અંતરનું પાલન કરીને જેલમાં રાખવા માટે પોલીસ સ્ટેશનની આજુબાજુ મેરેજ હોલ ભાડે રાખવામાં આવ્યા હતા. જે વ્યક્તિ દારુના નશામાં પકડાય તો તેનો કોરોના ટેસ્ટ પણ કરાવવામા આવ્યો હતો.

જેને કારણે દારુ પીધેલા કુલ 1,200 લોકોને નવા વર્ષની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. પોલીસ દ્વારા આ તમામ લોકોની ધરપકડ વાપી,પારડી, વાપી GIDC, ડુંગરા, વલસાડ, ડુંગરી તથા ભીલાડ સહિતના વિસ્તારોમાંથી કરી હતી. વલસાડ પોલીસની સાથે જ વાપી પોલીસ દ્વારા પણ દારૂ પીધેલા લોકોની વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી હતી. દારુ પીધેલા લોકોની ધરપડક કરીને સામાજિક અંતરનું પાલન કરાવીને મંડપ નીચે રાખવામાં આવ્યા હતા.

વલસાડ શહેર પોલીસ દ્વારા કુલ 101 લોકોની ધરપડક કરવામાં આવી હતી. વલસાડ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ 96 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ડુંગરી પોલીસ દ્વારા કુલ 100 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પારડી પોલીસ દ્વારા કુલ 270 લોકોની ધરપડક કરવામાં આવી હતી. કપરાડા પોલીસ દ્વારા કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ડુંગરા પોલીસ દ્વારા કુલ 100 લોકોની ધરપડક કરવામાં આવી હતી. વાપી GIDC પોલીસ દ્વારા કુલ 146 લોકોની ધરપડક કરવામાં આવી હતી. વાપી ટાઉન પોલીસ દ્વારા કુલ 155 લોકોની ધરપડક કરવામાં આવી હતી. ભીલાડ પોલીસ દ્વારા 88 લોકોની ધરપડક કરવામાં આવી હતી. આની ઉપરાંત વલસાડ જિલ્લા LCB દ્વારા કુલ 81 લોકોની ધરપડક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *