ગુજરાતના આ ત્રણ પોલીસ સ્ટેશનમાં જ એટલા કરોડનો દારૂ ભેગો થયો હતો કે, આંકડો જાણી…

ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર દારૂની રેલમછેલ જોવા મળતી રહે છે. જોકે, અમુક વખત પોલીસ દારૂ ઝડપતી રહે છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલો દારૂના મુદ્દામાલનો સમયાંતરે નાશ કરવામાં આવે છે. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોય તેવા ઘણા સવાલો ઊભા થાય છે. ત્યારે આજે વલસાડ જિલ્લા પોલીસે (Valsad District Police)કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. અહિં જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાનૂની રીતે તેનો નાશ કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં આવેલ વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લા પોલીસે પકડેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લે એક વર્ષમાં પકડવામાં આવેલા કરોડો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ દારૂ ઉપર બુલડોઝર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં દારૂ બાબતેના 1,212 કેસ નોંધાયા છે. આ 1,212 કેસમાં પોલીસે 3,06,51,745 રૂપિયાના દારૂ જપ્ત કર્યો હતો. 1,212 કેસમાં જપ્ત કરાયેલી દારૂની 2,44,036 બોટલોનો નાશ વલસાડ નજીક આવેલા મેદાનમાં કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરતા સમયે પહેલા દારૂની બોટલોને જમીન પર પાથરવામાં આવી હતી અને ત્યારબાદ આ બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો.

દારૂના નાશ કરતાં સમજણ મેદાનમાં દારૂની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. દારૂથી મેદાનમાં રહેલા ખાડાઓ ભરાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને દમણથી જે વાહનો આવે છે તેનું ચેકિંગ વલસાડ અને વાપી પોલીસ દ્વારા કરવામાં આવે છે.

મોટાભાગે બુટલેગરો કારમાં અલગ-અલગ રીતે દારૂની બોટલોની હેરફેર કરતા પકડાય છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં પકડવામાં આવેલા દારુના જથ્થનો નાશ વલસાડ પોલીસ દ્વારા બુલડોઝર ફેરવીને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર પહેલા રાજકોટ પોલીસે પણ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ત્રણ કરોડ રૂપિયાના દારુનો પણ બુલડોઝર ફેરવીને દારુનો નાશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *