વલસાડમાં ‘નકલી પોલીસ’ બની દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાયા- એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ માથું

આજકાલ ગુજરાત(Gujarat)માં દારૂની હેરાફેરી કરનાર અવારનવાર લોકો ઝડપાઈ રહ્યા છે. જ્યારે જાણવા મળ્યું છે કે, વલસાડ(Valsad) જીલ્લાના પારડી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત એક મોટી બાબત પણ જાણવા મળી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એક વ્યક્તિને પોલીસ બનવાનો શોખ પણ હતો. જયારે મુકેશ મોદી નામનો એક યુવક ઇસમ દમણથી વલસાડ તરફ દારૂની હેરાફેરી કરે છે. પરંતુ હાલ પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે.

જ્યારે ગુજરાતમાં દારૂને લાગવવા અને બુટલેગરો દ્વારા અવનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણથી જથ્થાબંધ વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જયારે આ મામલે પોલીસ દ્વારા સખ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જયારે વલસાડના પારડી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ તપાસ દરમિયાન એક કારને રોકવામાં આવી હતી. તે દરમિયાન તેમાંથી વિદેશી દારૂની બોટલો મોટાપાયે મળી આવી હતી.

કહેવામાં આવેલ માહિતી અનુસાર પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. એમ. બેરિયાની ટીમની જાણકારો અનુસાર નેશનલ હાઈવે પર હોટલ નજીક એક કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા કારમાંથી વિદેશી દારૂ, 1.50 લાખ રોકડા સહિત 5 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે આ અંગે પોલીસે ધરમપુરના મુકેશ અરવિંદ મોદી તેમજ સુરત અડાજણના આશિષ દલપતભાઈ મોદીની દ્વારા ધરપકડ કરી છે.

જાણવા મળ્યું છે કે, પારડી પોલીસ દ્વારા આ બંને તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન બે આરોપી પૈકી ધરમપુરનો એક આરોપી મુકેશ મોદી પાસેથી પ્રેસનું કાર્ડ તેમજ ખાખી શર્ટ પણ મળી આવ્યો હતો. મુકેશ મોદી ખાખી વર્દીની આડમાં દમણથી વલસાડ તરફ કારમાં મોટાપાયે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. તપાસ દરમિયાન પારડી પોલીસ દ્વારા રોકડા દોઢ લાખ, કાર સહીત 5.10 લાખનો મુદ્દામાલ, પ્રેસ કાર્ડ, ખાખી પોલીસ જેવો શર્ટ જપ્ત કર્યો હતો. તેમજ માલ ભરાવનાર દમણના ઈસમને પોલીસ દ્વારા વોન્ટેડ પણ જાહેર કર્યો છે. વધુમાં જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *