બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપી ઘરે ફરતી દીકરીનું માર્ગ અક્સ્માતમાં દુઃખદ મોત- ઓમ શાંતિ

આ વર્ષે વિદ્યાર્થી (Students)ઓ માટે બોર્ડની પરીક્ષા(Board exam) કાળનો કોળીયો સાબિત થઇ છે. છેલ્લા એક મહિનાની અંદર આશરે સાતથી આઠ વિદ્યાર્થીઓના મોત(Death of students) થઇ…

આ વર્ષે વિદ્યાર્થી (Students)ઓ માટે બોર્ડની પરીક્ષા(Board exam) કાળનો કોળીયો સાબિત થઇ છે. છેલ્લા એક મહિનાની અંદર આશરે સાતથી આઠ વિદ્યાર્થીઓના મોત(Death of students) થઇ ગયા છે. જેમાં અમુક વિદ્યાર્થી શરુ પરીક્ષાએ જ હાર્ટએટેક આવતા ઢળી પડ્યા હતા અને અમુક વિદ્યાર્થીએ પરીક્ષાની ચિંતાથી આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. ત્યારે હાલ વધુ એક વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારમાં અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી જ જાય છે. ઘણી વાર બીજાની વાહન ચલાવવાની બેદરકારીને કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં બેફામ ટ્રક ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને અડફેટે લેતા માસુમ દીકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે.

વાસ્તવમાં, આ ઘટના સુરત શહેરના ભેસાણ ચોકડી નજીકની છે. પિતા અને પુત્રી બંન્ને પુત્રીનું ધોરણ 10નું બોર્ડનું છેલ્લું અંગ્રેજીનું પેપર આપી ઘરે પરત ફરી રહ્યા હતા. એવામાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે આ બાઈક અડફેટે લીધી હતી. તે દરમિયાન ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. ધોરણ 10માં ભણતી આ વિદ્યાર્થીનીનું આજે અંગ્રેજીનું છેલ્લું પેપર હતું. આ દીકરીના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે. તેમને 2 સંતાનોમાં મોટી એકની એક દીકરી હતી. એકની એક દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *