આજકાલ દારૂની હેરાફેરી માટે બુટલેગરો અજીબોગરીબ કીમિયા અપનાવતા હોય છે. આ દરમિયાન વાપી ડુંગર પોલીસ દ્વારા સરકારી એસટી બસમાંથી દારૂની હેરાફેરી કરતા એસ ટી બસના ડ્રાઇવર અને મહિલા કંડકટરને ઝડપી પાડવામાં આવ્યા છે. હવે સરકારી એસટી બસના ડ્રાઇવર અને કંડકટર મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી માટે એસટી બસનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, વલસાડના વાપીની ડુંગરી પોલીસને મળેલી બાતમીના આધારે ડુંગરા પોલીસ દ્વારા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને ગુજરાતના વાપીની હદ પર આવેલી પીપરીયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સેલવાસથી અંકલેશ્વર જઈ રહેલી સરકારી એસટી બસ પસાર થઈ રહી હતી.
તેને રોકી બસમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બસના luggage box અને ડ્રાઇવર અને કંડકટરની બેગોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ચોંકાવનારી વાત એ છે કે, પુરુષ ડ્રાઇવરની સાથે એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી મહિલા કંડકટરની પણ દારૂની હેરાફેરી સંડોવણી હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જોકે, તપાસ દરમિયાન ડુંગરા પોલીસ દ્વારા એસટી બસમાંથી રૂપિયા 25 હજારની કિંમતના વિદેશી દારૂનાની 76 બોટલો સાથે બસના ડ્રાઇવર શંકરભાઈ મોરાભાઈ ગોધા અને આ એસટી બસના મહિલા કંડકટર ઉષાબેન રાજેશભાઈ બારીયાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં દારૂની છૂટ છે. આથી આ બંને સંઘ પ્રદેશોમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા પ્રયાસો કરતા હોય છે. જોકે, દારૂની હેરાફેરીમાં મોટી કમાણીને કારણે કેટલાક સરકારી કર્મચારીઓ અને ખુદ પોલીસ કર્મીઓ પણ અગાઉ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચૂકયા છે.
આ દરમિયાન હવે સરકારી એસટી બસના ડ્રાઇવર અને મહિલા કંડકટર પણ દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા અફરાતફરી મચી જવા પામી છે. જોકે, પોલીસ દ્વારા સેલવાસ અંકલેશ્વર સરકારી એસટી બસના અંકલેશ્વર એસટી ડેપોમાં ફરજ બજાવતા બસના ડ્રાઇવર શંકરભાઈ મોરાભાઈ ગોધા અને બસના મહિલા કંડકટર ઉષાબેન રાજેશભાઈ બારીયાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા ડ્રાઇવર અને કંડકટરને દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા આરોપીને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આથી ડુંગરા પોલીસ દ્વારા હવે આરોપી ડ્રાઈવર અને કંડક્ટર કેટલા ટાઈમથી એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા? કોને પહોંચાડવામાં આવે છે? અને દારૂનો જથ્થો કોણ ભરાવે છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.