ઘણીવાર કોઈ વ્યક્તિને કોઈ કિમતી ચીજવસ્તુ રસ્તા પરથી મળી હોય અને એને માલિકને પરત કરી હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક રાજ્યમાં આવેલ વલસાડ જીલ્લામાંથી સામે આવી રહી છે. વલસાડ પોલીસે સરાહનીય કામગીરી કરી છે.
પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેને મળેલ પર્સના મૂળ માલિકને શોધીને પર્સ પરત કર્યું હતું. ધવલ મિસ્ત્રી નામના શખ્સનું પર્સ પડી ગયું હતું. ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કરીને કોન્સ્ટેબલને પેટ્રોલિંગ વખતે પર્સ મળી આવ્યું હતું, જે મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
વલસાડમાં રહેતા ધવલ ભાઈ મિસ્ત્રી તેમજ તેમના પત્ની સાંજના સમયે સાયકલિંગ કરવા માટે ગયા હતા. આ દરમિયાન અબ્રામા રોડ નજીક ધવલ ભાઈનું પર્સ પડી ગયું હતું. જેમાં દસ્તાવેજ તેમજ રોકડ રકમ સહિતની વસ્તુઓ હતી કે, જે તપાસ કર્યા પછી પણ મળી ન આવતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને કારણે રાત્રીના કોન્સ્ટેબલ રાજકુમાર અબ્રામા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે એમને આ પર્સ મળી આવ્યું હતું.
તેમને પોલીસ સ્ટેશને જમા કરવામાં આવ્યું હતું. ત્યારપછી પર્સના મૂળ માલિક ધવલ મિસ્ત્રીનો સંપર્ક કરીને આ પર્સ પરત કરવામાં આવ્યું હતું. આ પર્સમાં રોકડ રકમ કુલ 2,500 રૂપિયા, ડેબિટ કાર્ડ, પાનકાર્ડ સહિત કેટલાંક મહત્વનાં દસ્તાવેજ હતા. જેને પરત મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle