કેનેડા બાદ વધુ એક દેશમાં હિંદુ મંદિરમાં તોડફોડ, કટ્ટરવાદીઓએ માતાજીની પ્રતિમાનું માથું કાપી…

વિદેશોમાં અવાર નવાર હિન્દુ મંદિરો(Hindu temples) પર હુમલા થવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લેતું. ત્યારે વધુ એક વાર આવા જ સમાચાર મળી આવ્યા છે. અહીં 7 ઓક્ટોબરે એટલે કે શુક્રવારના રોજ કટ્ટરવાદીઓએ કાલી મંદિરમાં ઘૂસીને મૂર્તિઓને તોડી નાખી હતી. આ મંદિર અંગ્રેજોના જમાનાનું હોવાનું કહેવાય છે. હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ આરોપીની શોધ કરી રહી:
મળતી માહિતી અનુસાર, આ ઘટના ઝેનેદાહ જિલ્લાના દૌતિયા ગામની હોવાનું સામે આવ્યું છે. અહીં કાલી મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આરોપીઓ મૂર્તિનું માથું મંદિર પરિસરથી લગભગ અડધો કિલોમીટર દૂર રોડ પર ફેંકી નાસી ગયા હતા.

ત્યારે આ અંગે મંદિર સમિતિના પ્રમુખ સુકુમાર કુંડાએ કહ્યું- આ મંદિરમાં અંગ્રેજોના સમયથી પૂજા કરવામાં આવે છે. આ હુમલો રાત્રે 3થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો. મંદિરમાં કોઈ સુરક્ષા ન હોવાથી હુમલાખોરો કોઈપણ ડર વગર મૂર્તિઓને તોડવામાં સફળ રહ્યા હતા. પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે. આ હુમલામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી.

દુર્ગા પૂજા પૂરી થયા પછી તોડફોડ થઈ:
આ અંગે બાંગ્લાદેશ પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ચાંદનાથ પોદ્દારે જણાવ્યું હતું કે, – આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આ ઘટના બાંગ્લાદેશમાં 10 દિવસની દુર્ગા પૂજા પૂરી થયા પછી 24 કલાકમાં બની હતી. આ 10 દિવસમાં સમગ્ર દેશમાં આવી કોઈ ઘટના બની નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દુર્ગા ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઊજવવામાં આવ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *