Vande Bharat Express Accident: દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે. દિલ્હીથી ભોપાલ(Delhi to Bhopal) પરત ફરી રહેલી ટ્રેનને ગ્વાલિયર(Gwalior)માં અકસ્માત નડ્યો હતો. ટ્રેનની સામે ગાય આવી જતાં આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે, આ ઘટના સાંજે 6.15 વાગ્યાની આસપાસ બની હતી. ગાયની ટક્કરને કારણે ટ્રેનનું બોનેટ ખુલી ગયું હતું અને આગળના ભાગને નુકસાન થયું હતું.
તમને જણાવી દઈએ કે, દુર્ઘટના બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લગભગ 15 મિનિટ સુધી ગ્વાલિયરના ડાબરા સ્ટેશન પર ઉભી રહી હતી. તે જ સમયે ટ્રેનને જોવા આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્ટેશન પર જ બોનેટને ઠીક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ટ્રેન નીકળી શકી હતી. આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હોય. આ પહેલા પણ વંદે ભારત એક્સપ્રેસ ઘણી વખત અકસ્માતનો ભોગ બની ચુકી છે.
1 એપ્રિલના રોજ જ આ રૂટ પર વંદે ભારત ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું:
1 એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલથી મધ્ય પ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન શરૂ થયાને એક મહિનો પણ થયો નથી અને તે અકસ્માતનો ભોગ બની છે. ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી નવી દિલ્હી સ્ટેશન સુધી વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરવામાં 7 કલાક અને 50 મિનિટનો સમય લાગશે.
તમને જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેન સાથે પશુઓ અથડાવાની ઘટનાઓથી રેલવે પ્રશાસન ખૂબ જ ચિંતિત છે. તેમને રોકવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય રેલ્વે આ દિવસોમાં આધુનિકતા પર ભાર આપી રહી છે. રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. નવી હાઇ સ્પીડ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં, સરકારે ભવિષ્યમાં સમગ્ર ભારતમાં 400 વંદે ભારત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના લગભગ 1600 કોચ મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. આ દરેકનો ખર્ચ આઠ કરોડથી નવ કરોડ રૂપિયા થશે. સરકારના જણાવ્યા અનુસાર, નવી વંદે ભારત ટ્રેનો મહત્તમ 200 kmphની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.