ગુજરાત(Gujarat): નવસારી(Navsari)માંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. વાંસદા(Vansda) તાલુકાના રવાણિયા(Ravaniya) ગામે દંપતીએ બે બાળકોની હત્યા(Murder) કરીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ(love affair) હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતો 39 વર્ષનો ચુંનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ પહેલા તનુજાબેન સાથે થયા હતા. આ નવ વર્ષના લગ્ન જીવનમાં પતિ-પત્નીને બે બાળકો હતા. મહત્વનું છે કે, ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતી આહવા ડાંગ જિલ્લાની યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. તેની સાથે ઘર સંસાર માંડવાનો હોવાની ચુનીલાલ દ્વારા ઘરે વાત કરવામાં અવી હતી. ત્યાર પછી તારીખ 10 માર્ચ 2023ના રોજ ચુનિલાલ યુવતીને ઘરે લઈ આવ્યો હતો અને હતું કહ્યું કે, હું કાજલ(નામ બદલ્યું છે)ને બીજી પત્ની તરીકે રાખવાનો છુ. તેવી વાત કરતા ચુનીલાલના પિતાએ તેને બે દિવસ બાદ વાતચીત કરી નક્કી કરીશું તેવું જણાવ્યું હતું.
બાળકોની હત્યા કર્યા બાદ દંપતીએ ગળાફાંસો ખાધો
ત્યારપછી કાજલના બાપુજી સાથે આ બાબત અંગે વાતચીત કરવામાં આવી હતી પરંતુ તેઓ ઘરે આવ્યા નહોતા. જેને કારણે ચુનીલાલ બેન અને બનેવીને કાજલના ઘરે જવા વાંસદા ખાતે મુકી આવ્યો હતો. ચુનીલાલને કાજલ સાથે પ્રેમસંબંધ હોય અને તે બીજી પત્ની તરીકે લાવવાનો હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલા દંપતી સાપુતારા ફરવા માટે ગયું હતું. જ્યાંથી પાછા આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા. જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો અને ત્યારપછી મોડી રાતે બંને પરત ફર્યા હતા.
બંને બાળકો અને પતિ-પત્નીની તસવીર
મહત્વનું છે કે, ચુનીલાલના પ્રેમસબંધના કારણે ચુનીલાલ તથા તેની પત્ની તનુજાએ તેની પોતાની બન્ને દીકરીઓ જેમા નાની દિકરી ધિત્યા (ઉ.વ-આશરે 4 માસ) તથા તેનાથી મોટી દીકરી કસીસ (ઉ.વ.7)ને ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ દંપતી પોતપોતાની મેળે નાયલોન દોરડાથી ઘરની પેજારીના ભાગે લાકડાના ડાંડા ઉપર દોરડુ બાંધીને ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરવામાં આવતા તમામના મૃતદેહ મળી આવ્યા હતા. આ મામલે ચુનીલાલના પિતા જતરભાઈ માધુભાઈ ગાંવીતે ગુનો નોંધાવતાં પોલીસ દ્વારા બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.