પાટીદાર દીકરીએ સમગ્ર દેશનું નામ કર્યું રોશન, આંતરરાષ્ટ્રીય ચેસની મેચમાં નિર્ણાયક બની કવિતા પટેલ

આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (એફઆઈડીઈ) એ કાશીની પુત્રી કવિતા પટેલને અધ્યક્ષ બોર્ડની બેઠકમાં આંતરરાષ્ટ્રીય ચેસ જ્યુરી કેટેગરીના ડી-સી-સી-ડિવિઝન નિર્ણાયક તરીકે પદવી આપી છે. કવિતા યુપીની સૌથી યુવા આંતરરાષ્ટ્રીય નિર્ણાયક બનનારી પ્રથમ મહિલા બની છે.

ઉપરોક્ત માહિતી આપતી વખતે ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનના સેક્રેટરી વિજય કુમારે જણાવ્યું હતું કે, બે વખત રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂકેલી કવિતા પટેલે એફઆઈડીઈ ન્યાયાધીશોમાં 28 વર્ષની વયે વર્ષ 2016 માં પ્રથમ વખત યુપીની પ્રથમ મહિલા નિર્ણાયકનું બિરુદ મેળવ્યું હતું.

જેનાબાદ કવિતા એ ઘણી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ તેમજ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પોતાની મહત્ત્વની ભૂમિકા બજાવી હતી.તમામ ઉપલબ્ધિઓ ને કારણે કવિતાને વર્ષ 2019 માં આંતરરાષ્ટ્રીય સ્તરના બી ગ્રેડ ના નિર્ણાયકની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી.તે સમયે તે મહિલાઓની શ્રેણીમાં સંપૂર્ણ ભારતમાં ચોથા નંબરની તેમ જ સૌથી નાની વયની નિર્ણાયક નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

૧૮ વર્ષના પોતાના દેશના કરિયરમાં ઘણી વખત રાજ્ય ચેમ્પિયન રહી ચૂકેલી ૩૦ વર્ષીય કવિતા એ જણાવ્યું કે ડી ગ્રેડમાંથી સી ગ્રેડ નિર્ણાયક બનવું મારા માટે ખૂબ મોટી વાત છે.આગળ જતાં ભવિષ્યમાં એ ગ્રેડના નિર્ણાયક બનવાની ઈચ્છા રાખનારી કવિતા જિલ્લા સ્તરે ચેસને વધારે સારું બનાવવા માગે છે. કવિતાએ વર્ષ ૨૦૦૨થી એક રાષ્ટ્રીય ખેલાડીના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *