ખરેખર દુનિયા એક અનોખી માન્યતાઓથી છવાયેલી છે. ખાસ કરીને દરેક દેશોની અલગ-અલગ માન્યતાઓ હોય છે. આ માન્યતાઓના કારણે લોકો માનતા હોય છે કે,આવું કરવાથી આવું થાય ! અને તેમાં કરવાથી તેમ થાય ! વગેરે વગેરે. ખાસ કરીને એક માન્યતાની વાત અહીં કરવામાં આવી છે. જો અહીં જેમ કહેવામાં આવ્યું છે જો તે રીતે અનુસરવામાં આવે તો તમારા દરેક કામો પુરા થઇ જાય અને તમારા લગ્નજીવનમાં પણ શાંતિ જળવાઈ રહે.
દુનિયામાં ઘણા લોકોને એમ લાગતું હોય છે કે, તેમનામાં પૂરતી આવડત છે અને તેઓ સખત મહેનત પણ કરે છે, છતાં તેમને ધાર્યું ફળ મળતું નથી. તેમનાં દરેક કામોમાં અડચણો આવે છે અને તેમને વારંવાર અસફળતાનો સામનો કરવો પડે. જો આવું હોય તો, આ માટે કેટલાક વાસ્તુ દોષો પણ જવાબદાર હોઇ શકે છે.
આ માટે જો ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવામાં આવે તો અટકેલાં કાર્યોમં ગતિ આવે છે અને અને અડચણો દૂર થવા લાગે છે. ઘોડાને ઉર્જા અને ગતિનું પ્રતિક માનવામાં આવે છે. એટલે જ ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ લાવવાથી ઉર્જામાં વધારો થાય છે અને નકારાત્નકતા દૂર થાય છે.
વાસ્તુ અનુસાર ઘોડાના સ્ટેચ્યૂનું અનોખું મહત્વ, જાણો અહીં
ઘરની દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવું જોઇએ.
દક્ષિણ દિશામાં ઘોડાની સુંદર તસવીર પણ લગાવી શકાય છે.
લગામ લગાવેલી હોય તેવી ઘોડાની તસવીર ન રાખવી જોઇએ. તેનાથી કામોની ગતિ અવરોધાય છે. અને તમારા દરેક કામો સરળતાથી પાર પડી જાય છે.
સુખી લગ્નજીવન માટે બેડરૂમમાં ઘોડાની જોડ રાખવી જોઇએ. તેના કારણે પતિ પત્ની નો સબંધ ખુબ સારો બની રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.