રાજ્ય સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) સલગ્ન કોલેજોના ખાનગીકરણનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારથી વિદ્યાર્થીઓમાં ખુબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લીધે અલગ અલગ સંગઠનો અને વિધાર્થી સંગઠનો દ્વારા તેમનો ખુબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેમના વિરોધમાં ગઈ કાલે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી સતત વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.
હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની સલગ્ન તમામ કોલેજોમાં એડ્મિશનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ત્યારે VNSGU ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશનને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને કારણે વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. જેને લઈને તમામ કોલેજોમાં વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે તેવી રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) ખાતે 80થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે હવે કોલેજોમાં એડમીશનને લઈને પણ હવે ખુબ જ મુશ્કેલીઓ વધી રહી છે.
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ(CYSS)ના ગુજરાત જોઈન્ટ સેક્રેટરી કિશન ઘોરીએ કહ્યું છે કે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ખાનગીકરણ શરુ કરી દીધું છે. માત્રને માત્ર પોતાના લાભને કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે.
આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં જો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નિર્ણય નહિ લે તો આગામી દિવસોમાં આ મુદ્દાને ધ્યાનમાં લઈને ઉગ્ર વિરોધ અને લડત આપવામાં આવશે. જે કોલેજોના ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે તેને લઈને દક્ષિણ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા આવે છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.