ગુજરાત(Gujarat): એક તરફ કાળજાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજુ મોંઘવારી(Inflation)નો મારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતાની સાથે સાથે લીલા શાકભાજી(Vegetables) અને લીંબુના ભાવમાં વધારો(Vegetable prices rise) ઝીંકવામાં આવ્યો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ લીંબુનો ભાવ 170 થી 200 રૂપિયા પ્રતિકિલો પહોંચી ગયો છે.
ઉત્પાદન ઘટવાથી શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ ઈંધણના ભાવમાં વધારો થવાને કારણે શાકભાજી બહારથી લાવવા ખુબ જ મોંઘા પડી રહ્યા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, આગામી શાકભાજીના ભાવમાં હજુ પણ વધારો થશે.
પ્રતિ કિલો શાકભાજીના ભાવ:
શાકભાજીના ભાવમાં કોબી 40 રૂપિયા, ફ્લાવર 40 રૂપિયા, ભીંડા 60 રૂપિયા, દૂધી 30 રૂપિયા, ફણસી 80 રૂપિયા, કેપ્સિકમ 80 રૂપિયા, ગુવાર 80 રૂપિયા, વટાણા 50 રૂપિયા, ગિલોડા 60 રૂપિયા, રીગણ 45 રૂપિયા, રવૈયા 60 રૂપિયા, સરગવો 50 રૂપિયા, ગલકા 50 રૂપિયા, તુરિયા 40 રૂપિયા, કાચી કેરી 60 રૂપિયા, કારેલા 50 રૂપિયા, ટામેટા 30 રૂપિયા, મરચા 120 રૂપિયા, લીબુ 160 થી 180 રૂપિયા, આદુ 50 રૂપિયા, પાલક 40 રૂપિયા, મેથી 40 રૂપિયા, ધાણા 50 રૂપિયા, લીલું લસણ 60 રૂપિયા ane લીલી ડુંગળી 40 રૂપિયા થઇ ગયા છે.
એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહ્યો છે વધારો:
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે એટલે કે 29 માર્ચે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અનુક્રમે 100.21 રૂપિયા પ્રતિ લિટર અને 91.47 રૂપિયા પ્રતિ લિટર છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 70 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.