સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે.સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે નથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો. ત્યારે આવા કપરા કાળમાં ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્થા કોરોના ગ્રસ્ત દર્દીઓની મદદ કરવા આગળ આવે છે. ત્યારે સુરત શહેરમાં “ચાલો જઈએ વતનની વ્હારે ચાલો સૌરાષ્ટ્ર” ની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સત્તત વધી રહ્યું છે ત્યારે ગામડાઓની સેવા માટે એક સેવાયજ્ઞ શરૂ કરવાના હેતુસર મોટી સંખ્યામાં ઉધોગપતિઓ અને યુવાનો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આગામી સાત દિવસ કોરોના સંક્રમિત તમામ ગામડાઓમાં મેડિકલની સુવિધાઓથી લઈને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જયારે અમરેલી, ભાવનગર અને જુનાગઢ જીલ્લામાં હંગામી ધોરણે કોવીડ સેન્ટરની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે કેટલાક વાહનો ગામડા તરફ રવાના થઈ ચુક્યા છે અને સાંજ સુધીમાં બીજા ઘણા ખરા વાહનો ગામડા તરફ રવાના થશે.
કોરોનાનું સંક્રમણ હવે શહેર પછી ગામડાઓમાં ખુબ જ પ્રસરી રહ્યું છે. ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. જેને લીધે ગામના લોકો ગંભીર પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. હાલમાં જ સૌરાષ્ટ્રની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અને મેડીકલ સ્ટાફની ઘટને કારણે ઘણા લોકો કોરોનાની સારવાર માટે સુરત આવી રહ્યા છે. સૌરાષ્ટ્રથી ઘણા લોકો સુરત તરફ આવતા સુરત શહેરમાં સ્થિતિ વધુ વણસી રહી છે.
સૌરાષ્ટ્રના જીલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, જુનાગઢ ના ગામડાઓના લોકો સુરતમાં સારવાર લેવા આવતા સુરતની જનતાની ચિંતા વધી હતી. જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ગામડાઓના લોકોને ત્યાં જ પોતાના ગામડામાં કોઈ ભય વગર અને પૂરતી સુવિધા પૂરી પડી શકીએ એટલા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા ઉદ્યોગપતિઓ, યુવાનો અને ,મેડીકલ સ્ટાફે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ શરૂ કર્યું છે. સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓ અને તાલુકામાં પૂરતા પ્રમાણમાં મેડીકલ સુવિધા મળી રહે તે માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. સુરતથી નીકળેલ તમામ યુવાનો અને ઉદ્યોગપતિઓ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
સેવા સંસ્થાના મુખ્ય સભ્ય એવા ઉદ્યોગપતિ મહેશ સવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઘણા દિવસોથી સૌરાષ્ટ્રથી ફોન આવી રહ્યા હતા કે ગામડાઓના લોકોને સારવાર મળી રહેશે કે કેમ. જેને કારણે મારી ચિંતામાં વધારો થયો. જેને કારણે હું ખુદ સૌરાષ્ટ્રમાં ગયો અને આલગ અલગ વિસ્તારોમાં જઈને જોયું અને મને એવું લાગ્યું કે સરકાર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ બીજી બાજુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે જેમને કારણે ભયનો માહોલ સર્જાયો છે. જેને લીધે સુઅર્તથી અમારી સેવા સંસ્થાની ટીમ અને ડોકટરો સાથ સંકલન કરીને તેમજ યુવાનોની ટીમ તૈયાર કરી છે અને જે હંગામી ધોરણે અલગ્લ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ઓક્સીજન બેડ સાથે કોવીડ સેન્ટર ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિપુલ તળાવીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સાવરથી જ યુવાનોની ટીમ સૌરાષ્ટ્ર તરફ જવા રવાના થઈ ગઈ છે અને આજે મોડી રાત્રે 500 થી પણ વધુ વાહનો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરશે. સેવા સંસ્થા અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી છે “ચાલો જઈએ વતનની વ્હારે ચાલો સૌરાષ્ટ્ર”. આજે સાંજથી જ સુરતથી મોટી સંખ્યામાં યુવાનો સૌરાષ્ટ્રમાં 1 અઠવાડિયા માટે જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્થળ મુજબ સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી લોકોની સેવા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.