યંગ દેખાતી આ મહિલાની ઉંમર છે 71 વર્ષ અને હજારો કરોડોની છે માલકિન- જાણો શું છે રહસ્ય

વેરા વાંગ એ દુનિયાના સૌથી જાણીતા ફેશન ડિઝાઈનર્સમાંથી એક છે. તે ખાસ કરીને તેના બ્રાઈડલ વેર કલેક્શન માટે પ્રખ્યાત છે. વેરાએ વિશ્વની ઘણી મોટી અને પ્રખ્યાત લેડિઝ માટે વેડિંગ ગાઉન્સ ડિઝાઈન કર્યા છે. પોતાના શાનદાર કામની સાથે જ વેરા વાંગ એ તેની એજલેસ બ્યૂટી માટે પણ પ્રખ્યાત છે. આ ડિઝાઈનરે હાલમાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, ત્યારપછીની તેની ઉંમર 71 વર્ષની થઈ ગઈ છે.

જો કે, તેના ફોટા જોતા તમને એવું લાગશે કે, જાણે તે પોતાની ઉંમર કરતા ખૂબ જ નાની છે. વેરાની આ ઉંમરને છેતરનારી બ્યૂટીને જોતા જ દરેક વ્યક્તિ અચંબિત પામી જાય છે. ઘણાખરા લોકો તેને જોઈને એવું જ કહે છે કે, આ ફેમસ ડિઝાઈનરની ઉંમર વિશે તો ખબર જ નથી પડતી. જો કે, વેરા પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માટે ખૂબ જ પરિશ્રમ પણ કરે છે.

વેરાના જણાવ્યા મુજબ, તે નિયમિત વર્કઆઉટ કરે છે. તેના આ શિડ્યૂલમાં ટ્રેડમિલ પર વોકિંગ, લાઈટ વેટ લિફ્ટિંગ અને સાયકલિંગનો પણ સમાવેશ થાય છે. તે તેના મસલ્સને ટોન રાખવાની સાથે-સાથે તેના એનર્જી લેવલને પણ જાળવી રાખવામાં મદદ કરે છે.

તે ખાવાનું ક્યારેય ભૂલતી નથી. પોતાના મીલ્સમાં તે બ્રાઉન રાઈસ, સશિમી, બ્રોકલી, ચિકન, સલાડ અને ફિશ પણ સામેલ કરે છે જો કે, ઘણીવાર તે ચિપ્સનો સ્વાદ લેવાનું પણ પસંદ કરે છે. કારણ કે તેને તે ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત, હાઈડ્રેશનનું પણ પૂરતું ધ્યાન રાખે છે. તેણે જણાવતાં કહ્યું હતું કે, તે પાણી ઉપરાંત, કંઈ જ નથી પીતી. પહેલા તેને કોક પીવાની લત હતી, પણ તેણે તે લતને ખૂબ જ સ્ટ્રગલ પછી આખરે છોડી જ દીધી હતી.

અમેરિકન ફેશન ડિઝાઈનરમાં વેરા વાંગનું ફેશનની દુનિયાનું મોટું નામ છે. તેના ક્લાઈન્ટના લિસ્ટમાં ઈવાંકા ટ્રમ્પ, મિશેલ ઓબામા અને કંઈક કેટલી હોલિવુડ એક્ટ્રેસ અને સિંગર્સ પણ સામેલ છે. રિપોર્ટ મુજબ, વેરાની કુલ સંપત્તિ 650 મિલિયન ડૉલર્સની છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 4 હજાર 900 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *