મીડિયાને ખરીદનારા નેતાઓની યાદીમાં PM મોદીનો સમાવેશ- જાણો બીજા ક્યા-ક્યા નેતાઓના નામ આવ્યા?

વિશ્વ મીડિયાની સ્વતંત્રતામાં ઘટાડો કરનારાઓની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. સાથે આ યાદીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન,…

વિશ્વ મીડિયાની સ્વતંત્રતામાં ઘટાડો કરનારાઓની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. સાથે આ યાદીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, કિમ જોંગ ઉન, શી જિનપિંગ સહિત 37 નેતાઓ સમાવેશ થાય છે. આ યાદી Reporters Without Borders(RSF) દ્વારા બહાર પાડવામાં આવી છે.

સોમવારના રોજ જાહેર કરવામાં આવેલી યાદી પાંચ વર્ષ પછી બહાર પાડવામાં આવી છે. આ અગાઉ આ યાદી વર્ષ 2016 માં બહાર પાડવામાં આવી હતી. ગ્લોબલ પ્રેસ સંગઠનના કહ્યા અનુસાર આ યાદીમાં શામેલ 37 નેતાઓમાંથી 17 નામ પહેલીવાર ઉમેરવામાં આવ્યાં છે. આ નેતાઓએ ફક્ત પત્રકારોની અભિવ્યક્તિને રોકવાનો પ્રયાસ જ નહિ પરંતુ તેમને મનસ્વી રીતે જેલમાં ધકેલી દીધા છે. આ યાદીમાં 19 દેશો લાલ રંગ સાથે બતાવવામાં આવ્યા છે એટલે કે આ દેશોને પત્રકારત્વની દ્રષ્ટિએ નબળી પરિસ્થિતિઓવાળા દેશોમાંના એક દેશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યારે 16 દેશોને બ્લેક કોડિંગ આપવામાં આવ્યું છે એટલે કે, અહીંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.

મહત્વનું છે કે Reporters Without Borders ને RSF ના નામથી પણ ઓળખવામાં આવે છે. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મીડિયાની સ્વતંત્રતા પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ સંસ્થાએ તેને ‘ગેલેરી ઓફ ગ્રીમ પોટ્રેટ’ એટલે કે નિરાશા વધારનારા ચહેરાઓની ગેલેરી.

જો આપણે આ યાદીમાં સમાવિષ્ટ અન્ય નામોની વાત કરીએ તો સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો, હંગેરીના વિક્ટર ઓર્બન, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, સીરિયાના બશર અલ-અસદ, ઈરાનના સુપ્રીમ લીડર ખમેની, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને બેલારુસના લુકાશેન્કોનો સમાવેશ થાય છે.

RSF એ 20 વર્ષ પહેલાં આ યાદી બનાવવાનું શરૂ કર્યું હતું. આ વખતે બહાર પાડવામાં આવેલી સૂચિમાં RSF એ આ નેતાઓની સંપૂર્ણ ફાઇલ તૈયાર કરી છે. જેમાં મીડિયા પર હુમલો કરવાની પદ્ધતિઓ નોંધવામાં આવી છે. જેમાં તેઓ પત્રકારોને કેવી રીતે નિશાન બનાવે છે. મીડિયા પર કેવી રીતે દબાણ કરે છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *