એક જ દિવસમાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું: અંબરીશ ડેર બાદ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Arjun Modhwadia Resigns: લોકસભાની ચૂંટણી નજીક છે એવાંમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ…

Arjun Modhwadia Resigns: લોકસભાની ચૂંટણી નજીક છે એવાંમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને કોંગ્રેસ પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે અને બીજી બાજુ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે કોંગ્રેસ(Arjun Modhwadia Resigns) માટે આજે સૌથી મોટા અને ખરાબ સમાચાર આવ્યા છે, ગાંધીભૂમિ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદ અને કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. એક સમયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભામાં નેતા વિપક્ષ સહિત રાજ્ય અને દેશની રાજનીતિમાં મહત્વના મનાતા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા હવે કેસરિયા કરવાની તૈયારીમાં છે.

મોઢવાડિયા સાથે વધુ 2 MLA કોંગ્રેસ સાથે છેડો ફાડશે
મોઢવાડિયા સાથે વધુ 2 MLA કોંગ્રેસ સાથે છેડો ફાડશે. જેમાં પાટણના MLA કિરીટ પટેલ ગમે તે ક્ષણે રાજીનામું આપી શકે છે. દાંતા MLA કાંતિ ખરાડી પણ ગમે તે ક્ષણે રાજીનામું આપી શકે છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ તૂટી
લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસમાં ભારે નાશ ભાગના દ્રશ્યો જોવા મળે છે, છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો, પૂર્વ ધારસભ્યો અને રાજ્યસભાના સાંસદ સહિત અનેક નેતાઓ પાર્ટીમાંથી રાજીનામાઓ આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસને સૌથી મોટો આચકો લાગ્યો છે. માધ્યમમાં અહેવાલો આવી રહ્યા છે કે ગાંધીભૂમિ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયા કરશે તેવા ચોક્કસ અહેવાલો ચાલી રહ્યા છે. તે પૂર્વે આજે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ખડભડાટ મચાવી દીધો હતો તેમાં હવે અર્જુન મોઢવાડિયાનું નામ પણ જોડાઈ રહ્યું છે.

અર્જુન મોઢવાડિયા છે રાષ્ટ્રીય નેતા
ગાંધીભૂમિ સાથે ખૂબ જ ઘરોબો ધરાવતા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તરીકે પણ પ્રસ્થાપિત થયા છે. પોરબંદરના ધારાસભ્યની સાથે નેતા વિપક્ષ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સુધી પણ અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસ પક્ષે બેસાડ્યા છે. ત્યારે તેમનો પાર્ટી પ્રત્યેનો મોહભંગ અનેક સવાલો પણ ઉભા કરી રહ્યો છે. તે જ રીતે અમરીશ ડેર અગાઉ અમરેલી જિલ્લા ભાજપના યુવા પાંખના ઉપપ્રમુખ હતા. ત્યારબાદ નગરપાલિકાની ટિકિટના વિવાદને લઈને તેણે ભાજપ માંથી રાજીનામુ આપીને બહુજન સમાજ પાર્ટીમાંથી નગરપાલિકાની ચૂંટણીમાં ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2017માં કોંગ્રેસે અમરીશ ડેરને રાજુલા વિધાનસભા બેઠક પર પસંદ કરીને ધારાસભ્ય પણ બનાવ્યા.

રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચ્યો
રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. જેમાં અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમજ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કેસરીયા કરી શકે છે. તેમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ડેરની સૂચક મુલાકાત થઇ છે. તેમાં અમદાવાદમાં ડેરના નિવાસ સ્થાને પાટીલ પહોંચ્યા હતા. ત્યારે આવતીકાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાઇ શકે છે. અમરેલીના 1000થી વધુ કાર્યકરો સાથે કેસરિયો કરશે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

અંબરીશ ડેરે પત્ર લખીને આપ્યુ રાજીનામું
આપને જણાવીએ કે, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે આખરે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમણે આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું ધરી દીધું છે. તેમણે ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસ પાર્ટીના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છુ. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત મેળવી અને લોકોની સેવા કરી છે તથા મેં તેમાં સહયોગ માટે કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું, મહેરબાની કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરશો.