જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની અમદાવાદથી ATSએ કરી ધરપકડ, થઇ શકે છે મોટા ખુલાસા

Published on Trishul News at 4:27 PM, Fri, 2 February 2024

Last modified on February 2nd, 2024 at 4:28 PM

PI Taral Bhatt: જુનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. એટીએ દ્વારા સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની(PI Taral Bhatt) ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત તરલ ભટ્ટના નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું અને એટીએસ દ્વારા તરલ ભટ્ટ પકડાઈ ગયો છે. એટીએસ અન્ય બે આરોપીઓ સુધી પહોંચવા પણ પ્રયાસ કરી રહી છે.ત્યારે હાલ તારણ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી
ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ SOG PSI એ.એમ. ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. SOGના PI તથા ASI એ તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી આ તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે. હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ
જુનાગઢમાં કરોડોના તોડકાંડ મામલે ગુજરાત ATSએ કાર્યવાહી તેજ કરી હતી. ગુજરાત ATS દ્વારા ગઈકાલે આરોપી પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તોડકાંડના તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા ATSની ટીમ કામે લાગી છે. જેમાં તરલ ભટ્ટને પકડવામાં સફળતા મળી છે. ફરાર PI તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા હતા. ATSની ટીમ અંદાજીત 1 કલાક 30 મીનીટ સુધી રોકાઈ હતી. જેમાં તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ હતી. તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવી છે.

જૂનાગઢ પોલીસના મહાતોડકાંડમાં આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટે જુનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. જેમાં ATS દ્વારા કોર્ટમાં મુદત માંગવામાં આવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરવામાં આવી હતી. જેમાં આગામી તા.6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.ATSએએ કોર્ટમાં કહ્યું કે, તપાસના કામમાં હોવાથી કોર્ટમાં પહોંચી શકાય તેમ નથી. તરલ ભટ્ટના આગોતરા મુદ્દે ATSએ કોર્ટમાં સોગંધનામું રજૂ કરવાનું હતું.

કેવી રીતે કરોડોનો તોડકાંડ સામે આવ્યો ?
કેરળના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-2023 માં માલૂમ પડ્યું કે, તેમનું HDFC બેંક સહિતના 30 એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર, તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ Cyber Crime Cell ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે Junagadh Cyber Crime Cell નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવાર સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી, જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા.Junagadh Cyber Crime Cellના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં ASI દીપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતાં PI એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીએ 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી Junagadh Range ડીઆઈજી નિલેશ જાજડિયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત રજૂ કરી દીધી હતી.