સુરતમાં વેવાઈ-વેવાણનું હાર્ટ એટેકથી મોત, વેવાઈના મૃતદેહ જોઈ વેવાણ પણ ઢળી પડ્યા- પરિવારમાં છવાયો માતમ

સુરત(Surat): શહેરમાં હાર્ટ એટેક (Heart attack)ને લઈ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક જ ઘરમાં બે…

સુરત(Surat): શહેરમાં હાર્ટ એટેક (Heart attack)ને લઈ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક જ ઘરમાં બે સ્વજનોનાં હાર્ટ એટેકથી મોત થયાં હોવાની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો પાંડેસરા વિસ્તારમાં ગોપાલ નગર ખાતે વેવાઈ અને વેવાણના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. ગોપાલનગરમાં રહેતી વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયા પછી તેની અંતિમ વિધિમાં આવેલ વેવાણ પણ મોતને ભેટેલા વેવાઈને જોતાં જ વેવાણને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક જ ઘરમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જેને લઇ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


મૃતક, નરેશભાઈ

જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકને લઈ વધી રહેલા મોતની ઘટનાઓ ખુબ જ  ચિંતાજનક બની રહી છે. હસતા-રમતા વ્યક્તિઓમાં અચાનક જ હાર્ટ એટેકને કારણે મોત થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે સુરતમાં  હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.

મહત્વનું છે કે, સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોપાલ નગરના P/282 ઘરમાં રહેતા 66 વર્ષના નરેશ ગોરખભાઈ ગુરવને ગઈકાલે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. નરેશભાઈ ગઈકાલે સવારે ઉઠીને પેપર લેવા ગયા હતા અને ત્યાર પછી ઘરે આવીને ચા નાસ્તો કર્યો હતો. આ દરમિયાન અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તબિયત લથડી ગઈ હતી. જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


મૃતક, આશાબેન

વાત કરીએ તો નરેશભાઈનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મોતની ખબર મળતાં જ તેમના સ્નેહીજનો પણ ઘરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન નરેશભાઈના 50 વર્ષના વેવાણ આશાબેન આવ્યાં હતાં. જ્યારે તે મૃતદેહ નજીક પહોંચી તેમને જોતાં જ તેઓ અચાનક ઢળી પડ્યાં હતાં. વેવાણ આશાબેનને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *