વિકી-કેટરીનાને જાનથી મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો- એકતરફી પ્રેમમાં પાગલ કેટરીનાને પોતાની પત્ની કહેતો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ(Vicky Kaushal) અને બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ(Katrina Kaif) અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે.…

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ(Vicky Kaushal) અને બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ(Katrina Kaif) અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિકી કૌશલે હાલમાં જ મુંબઈ (Mumbai)ના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન (Santa Cruz Police Station)માં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિએ કેટ-વિકીને સોશિયલ મીડિયા (Social media)માં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ કેસમાં સાંતાક્રુઝ પોલીસ દ્વારા ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

ધમકી આપનારને પોલીસે કસ્ટડીમાં લીધો:
વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસે ધમકી આપનાર વ્યક્તિ મનવિંદર સિંહને કસ્ટડીમાં લીધો છે. મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે. તે એક સ્ટ્રગલિંગ એક્ટર છે. તે છેલ્લાં ઘણાં મહિનાઓથી કેટરીનાને સોશિયલ મીડિયામાં સ્ટૉક કરતો હતો. ત્યારબાદ તેણે કેટરીના તથા વિકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે વિકી કૌશલે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, આરોપી મનવિંદર લખનઉનો છે. મનવિંદરે સોશિયલ મીડિયામાં ‘કિંગ આદિત્ય રાજપૂત’થી અકાઉન્ટ બનાવ્યું છે. આ ઉપરાંત સો.મીડિયા અકાઉન્ટના બાયોમાં મનવિંદરે કેટરીના કૈફ ગર્લફ્રેન્ડ તથા પત્ની હોવાનું કહ્યું છે. આટલું જ નહીં તેણે કેટટરીનાની તસવીરોમાં છેડછાડ કરીને પોતાની તસવીર પણ મૂકી દીધી છે. તે કેટરીનાને એક તરફી પ્રેમ કરે છે.

ફરિયાદમાં વિકીએ શું કહ્યું?
પોલીસ ફરિયાદમાં વિકી કૌશલે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ છેલ્લાં ઘણાં દિવસોથી આ વ્યક્તિ કેટરીનાની સો.મીડિયા એક્ટિવિટી પર સતત નજર રાખી રહ્યો હતો. તેણે સો.મીડિયામાં કેટ તથા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. વિકી કૌશલે રવિવાર, 24 જુલાઈના રોજ પોતાના મેનેજરના માધ્યમથી પોલીસ ફરિયાદ કરી હતી.

વધુમાં વિકીએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ છેલ્લાં ઘણાં દિવસોથી કેટરીનાને ઇન્સ્ટાગ્રામમાં સ્ટૉક કરતો હતો અને વિકીએ જ્યારે સવાલ કર્યો તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ કેસમાં સાઇબર ક્રાઇમ બ્રાંચની મદદથી સો.મીડિયા પ્લેટફોર્મની તપાસ કરવાની તે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

કેટરીના પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા હતી:
ત્યારે હમણાં થોડા સમય પહેલા જ કેટરીના પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. સો.મીડિયામાં કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં કેટરીના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા હતાં કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *