VIDEO: પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકી કાળી શાહી

કર્ણાટકમાં સોમવારે એક કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત(Rakesh Tikait) અને યુદ્ધવીર સિંહ(Yudhvir Singh) પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. ટિકૈત અને સિંહ બેંગલુરુમાં (Bengaluru) એક પ્રેસ કોન્ફરન્સમાં(press conference) સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર ખુલાસો કરી રહ્યા હતા, ત્યારે તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. એક સ્ટિંગ ઓપરેશનમાં જ્યાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર પૈસા માગતા ઝડપાયા હતા.તેના વિષે માહિતી આપતા હતા.

રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસને સંબોધતા સ્પષ્ટતા કરી રહ્યા હતા કે તેઓ આ લાંચ લેવામાં શામેલ નથી અને ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ. આ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કરી દીધો અને ખેડૂત નેતાઓ પર કાળી શાહી ફેંકી દીધી. લોકોએ ખુરશીઓ પણ ફેંકવાનું શરૂ કર્યું. BKUના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થકો દ્વારા તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. હવે એ સાબિત નથી થયું કે આ શાહી ચંદ્રશેખર એ જ ફેકવાનું કહ્યું હતું.

બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન ના જણાવ્યા અનુસાર, ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂત નેતાઓ પર કાળી શાહી ફેંકવા બદલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સુરક્ષા જાળવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે. કર્ણાટક સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ મિલીભગતથી થયું હોય તેવું લાગે છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ગાઝીપુર સરહદ પર વર્ષોથી ચાલતા ખેડૂતોના આંદોલન દરમિયાન એક અગ્રણી ચહેરો બની ચુક્યા છે.

પદાધિકારીઓ રાકેશ ટિકૈત અને નરેશ ટિકૈત પર સ્વર્ગસ્થ ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતની વિચારધારાથી ભટકવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે આખરે સંગઠનમાં વિભાજન પણ જોવા મળ્યું હતું. તાજેતરમાં ભારતીય કિસાન યુનિયનનું વિભાજન થયું. રાકેશ અને નરેશ ટિકૈતથી દૂર રહેલા પદાધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ ‘રિયલ BKU’નું નેતૃત્વ કરી રહ્યા હતા. ટિકૈત બંધુઓની આગેવાની હેઠળના સંગઠનથી અલગ થયેલા BKUએ રાજેશ ચૌહાણને તેના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *