સોશિયલ મીડિયામાં અવારનવાર આશ્વર્ય પમાડે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો.
આની સાથે જ ખાણી-પીણીની તમામ દુકાનોને બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આને કારણે એવા લોકોને ખુબ તકલીફ થઈ હતી કે, જેઓ ખાસ વ્યંજનનો સ્વાદ માણવા માટે ઉત્સુક રહેતા હોય છે. ત્યારપછી જેવું લૉકડાઉન પૂર્મ થયું તથા આ દુકાનો ખુલી ગઈ તો લોકો કોરોનાને ભૂલી પોતાના પસંદગઈનાં વ્યંજનનો સ્વાદ માણવા માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા.
આવું જ એક દૃશ્ય બેંગલુરુની એક પ્રખ્યાત બિરયાનીની દુકાનમાં જોવા મળ્યું હતું. ત્યાંનાં લોકો બિરયાની ખાવા માટે આટલી મોટી સંખ્યામાં ભેગાં થયા અથવા તો રોડ પર અંદાજે 1.5 કિમી સુધીની લાંબી લાઇન લાગી હતી. બેંગલુરુની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવું પણ પૂછી લીધું છે કે, શું બિરયાની ફ્રીમાં વહેંચાઈ રહી છે? આ નજારો હતો બેંગલુરુની હોસકોટેને મુખ્ય આનંદ દમ બિરયાની દુકાનનો. આ દુકાનની બિરયાની લોકોમાં એટલી જાણીતી છે કે, લોકો આ દુકાનમાં મોટી સંખ્યામાં આવે છે.
અહીંની બિરયાનીનો સ્વાદ માણવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. રવિવારનાં રોજ જ્યારે લોકોને આ દુકાન ખુલવાની જાણ થઈ તો બિરયાની ખાવા માટે દુકાન પર ભીડ એકઠી થઈ ગઈ. જોતજોતામાં રોડ કિનારે અંદાજે 1.5 કિમી લાંબી લાઇન લાગી ગઈ હતી. કોરોના મહામારીની વચ્ચે રોડ પર આટલી ભીડને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા.
લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા હતા પણ સારી બાબત એ હતી કે, તમામ લોકોએ માસ્ક પહેર્યા હતાં.બિરયાની ખરીદવા માટે દુકાનની બહાર આટલી લાંબી લાઇન લાગ્યા પછી એની કમાણી આંકવામાં આવી તો જાણવા મળ્યું કે, દુકાનને પહેલા કરતા કુલ 20% વધારે કમાણી થઈ છે. આ દુકાન બેંગલુરી સિટી સેન્ટરથી અંદાજે 25 કિમી દૂર આવેલી છે. એમાં ભોજનની ખરીદી કરવા માટે હવે 1 કલાકનો સમય લાગે છે.
Queue for biryani at Hoskote, Bangalore. Send by @ijasonjoseph
Tell me what biryani this is and is it free? pic.twitter.com/XnUOZJJd2c— Kaveri ?? (@ikaveri) September 26, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle