ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ નવરાત્રી(Navratri) દરમિયાન ગરબા રમતાં બિન્દાસ પણે ઈ-સિગારેટ(E-cigarettes)ના ધુમાડા કાઢતી યુવતીનો વિડીયો વાયરલ(Viral video) થયો છે. માત્ર આટલું જ નહી પણ તેમની પાછળ રહેલા એક યુવકના હાથમાં પણ ઇ-સિગારેટ પણ જોવા મળી રહી છે.
નવરાત્રીને બદનામ કરવાનું કાવતરું?
હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહેલા આ વિડીયોએ વડોદરા શહેર સહીત સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિના પવિત્ર પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વિદીયોએ વડોદરા શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી દીધી છે. તેમજ ગરબાને બદનામ કરવાનું કાવતરું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
View this post on Instagram
જો વાત કરવામાં આવે તો સંસ્કારી નગરી વડોદરાને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાના ધામમાં, જ્યાં પરંપરા જાળવવા ઉત્સવ ઉજવાય છે ત્યાં કેવી રીતે આ પ્રકારનું દૂષણ ઘુસાડી શકાય. તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વિડીયો છે. જેમાં નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમી રહેલી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી. ચાલુ ગરબા દરમિયાન યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને નવરાત્રીમાં ગરબા રમ્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જયારે અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.