સોશિયલ મીડિયામાં ઘણીવાર એવી ઘટનાઓ તેમજ વિડીયો સામે આવતાં હોય છે, જેને જોતાની સાથે જ ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાઇકએ એક એવું વાહન છે કે, જેને અંદાજે બધાં જ લોકોએ ચલાવેલી હોય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે, જેઓ આ બાઇકની સાથે એટલા રચ્યા-પચ્યા રહેતાં હોય છે કે, આ બાઇકથી ખતરનાક સ્ટન્ટ (Bike Stunt) પણ કરતાં રહેતાં હોય છે.
સામાન્ય વ્યક્તિ આ સ્ટન્ટને કરવાનું વિચારી પણ ન શકે. આવાં જ એક છોકરાનો સ્ટન્ટ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરો રોડની વચ્ચે પોતાની બાઇકથી ખૂબ જ ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ઘણા લોકો મોતના કુવાનો ખેલ ગણાવી રહ્યા છે. તો વળી, ઘણાં લોકો પસંદ કરી રહ્યા છે.
સુરતના ચંદ્રશેખ આઝાદ બ્રિજ (Jilani Bridge) પર ફરી એકવાર રાત પડતા ભેગા થયેલા યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમ મુક્ત જોવા મળ્યા છે. જોકે, આવા લોકો વિરુદ્ધ પોલીસ (Police) કડક કાર્યવાહી અનેક વખત મેગ વચ્ચે આ યુવાનો બાઈક સ્ટન્ટ કરતો વિડીયો વાઇરલ (Video) થયો છે
સુરતના પોશ વિસ્તારમાં યુવાનો પોતાની મોટર સાઈકલ બેફામ હંકારી સ્ટન્ટ કરતા હોવાને લઈને રસ્ત માંથી પસાર થતા લોકોના જીવ કેટલીકવાર જોખમ મુક્તા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરતા યુવાનો સાથે, પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
જોકે, પોલીસ ખાસ કરીને આવા બાઈક ચાલકો સામે અનેક વખત કાર્યવાહી કરી છે પણ આવા યુવાનો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજે એક યુવાન બાઈક પર સ્ટન્ટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ત્યારે સુરતના રાંદેર અને કતારગામને જોડતા ચંદ્રશેખર આઝાદ જે જિલાની બ્રિજ તરીકે ઓળખાય છે ત્યાં સાંજ પડતાની સાથે મોટા પ્રમાણ માં યુવાનો એકઠા થઈને સ્ટન્ટ કરતા હોય છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આ બ્રિજ પર સ્ટન્ટ કરવા જતા આએક યુવાન બાઈક ને અકસ્માત નડ્યો હતો જેમાં યુવાનનું કરુંણ મોત થયું હતું. જોકે ત્યારબાદ આજે ફરી એજ જગ્યા પર યુવાનો પોતાની મોટર સાઇકલ પર ત્યાંથી પસાર થતા લોકોના જીવ જોખમ મૂકીને સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થતાની સાથે પોલીસ વિભાગ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આ લોકોના જીવ સાથે ચેડાં કરતા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. જોકે આ યુવાનો સ્ટંટ કરતા હતા તે પણ રોંગ સાઈડ પર જેને લઇને રસ્તા પસાર થતા લોકો માટે આ યુવાનો જોખમ સાથે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle