સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના વોર્ડમાં સિગરેટ પીતા અને ગેમ રમતા આરોપીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આરોપીઓ પાસે સિગરેટ અને મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય છે.
સિવિલની જૂની બિલ્ડીંગનો વીડિયો વાઈરલ
પાલિસ દ્વારા ઝડપી પાડવામાં આવાતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા પોલીસ દ્વારા કોરોનાનો રિપોર્ટ કરવામાં આવે છે. દરમિયાન જો કોઈ આરોપીના શંકાસ્પદ લક્ષણો હોય તો તેને સિવિલમાં દાખલ કરવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીઓ માટે જૂની બિલ્ડીંગમાં શંકાસ્પદ કે કોરોનાગ્રસ્તને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન આ આરોપીઓનો આ વીડિયો વાઈરલ થયો છે.
સુરતના સિવિલના કોરોના વોર્ડમાં સિગરેટ પીતા અને ગેમ રમતા આરોપીઓનો વીડિયો વાઈરલ….#SURAT #CIVILHOSPITALSURAT pic.twitter.com/nJKwSY833M
— Trishul News (@TrishulNews) August 29, 2020
સિવિલના સ્ટાફ અને પોલીસની કામગીરી સામે સવાલો
કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવેલા આરોપીઓ સિગરેટના કસ મારતા અને મોબાઈલ ફોનમાં ગેમ રમતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. આ આરોપીઓ પૈકી એક આરોપીના હાથમાં હથકડી પણ બાંધવામાં આવેલી છે. આરોપીઓ બેડ પર અને ઉભા થઈ સિગરેટના પિતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
આરોપીઓ ક્યાં પોલીસ સ્ટેશનના છે એ જાણી શકાયું નથી
ભુતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. 500-1000 રૂપિયામાં તમામ સુવિધાઓ મળે એ માટે હેડ કવાટર્સ હોય કે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાયદા ને બાજુએ મૂકી આરોપીઓ સાથે બેસીને આવા જલસા કરતા હોય છે. જોકે, વાઈરલ વીડિયોમાં હજી સુધી આ આરોપીઓ ક્યાં પોલીસ સ્ટેશનના છે એ જાણી શકાયું નથી. જ્યારે વીડિયો શુક્રવારની મોડી સાંજનો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews