ભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દી

Published on: 1:09 pm, Fri, 26 February 21

સુરતના આમઆદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને શુભેચ્છા આપવા પહોચેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ આજે સવારે વરાછા વિસ્તારની સોસાયટીમાં તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને શુભકામનાઓ આપી હતી. અને તમામ ઉમેદવારોને પ્રોત્સાહન આપ્યું હતું અને આવનારી ડીસેમ્બર ૨૦૨૨ ની ચૂંટણીમાં તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હતું. શું કરી મહત્વની વાત જાણો અહિયાં…

કેજરીવાલનું નિવેદન

શરૂઆતના સંબોધનમાં આપ ના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આભારવિધિ કર્યો અને ભાજપ પર ખરીદ વેચાણ કરવાના પ્રયત્નોના આક્ષેપો કર્યા. કોઈ પણ કોર્પોરેટર હજુ સુધી વેચાયો નથી તેને આમ આદમી પાર્ટીની મોટી જીત ગણાવી. 27 ચુટાયેલા કોર્પોરેટરોના માથે માત્ર સુરતની જ નહી પણ ગુજરાતની છ કરોડની જનતાની પણ જવાબદારી છે તેવી વાત કરી હતી.

આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગોપાલ ઇટાલીયાની વાતને પુનરાવર્તન કરીને કહ્યું કે જો તમને કોઈ ભાજપ વાળા પોતાના તરફ આવવાની લાલચ આપે તો પહેલો ફોન ગોપાલ ઇટાલીયાને કરજો અને પછી તેનું શું કરવું તે અમે જણાવીશું. સાથે સાથે ગુજરાતના છ કરોડ લોકોની આશા આ 27 કોર્પોરેટરો પર રહેલી છે તેમ ભાર મુક્યો હતો. અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં તૈયાર રહેવાની પણ સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે હવે ત્રણ વાગે કેજરીવાલ વરાછા રોડ પર રોડ શો કરવાના છે જેનો રૂટ આ મુજબ છે: પ્રસ્થાન: મીનીબજાર (માનગઢ ચોક)થી હિરાબાગ સર્કલ પહોચીને રચના સકઁલ થઇ કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પુર્ણાહુતી અને જનસભા સંબોઘન કરશે. આ કાર્યક્રમ તક્ષશિલા આર્કેડ નજીક સમાપન થશે તેવી પ્રાથમિક જાણકારી આપવામાં આવી છે. આ કાર્યક્રમ બાદ સાંજે 7:00 વાગે સુરત એરપોટઁ પરથી દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2021માં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો ઉમેર્યા છે. જેમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે છ મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે. જો કે આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં સામે આવેલા નવા પરિવર્તનમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારોમાં 27 બેઠકો પર વિજય મેળવીને વિધિવત રીતે સુરતના રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle