આજકાલ સતત જાહેરમાં બર્થડેની ઉજવણીના વિડીયો સામે આવી રહ્યા છે. ઘણા વિડીયોમાં દારૂ પણ ખુલ્લેઆમ પીવામાં આવતા નજરે પડે છે. આ દરમિયાન સુરતમાં ફરી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં બૂટલેગરો બાદ રાજકીય પાર્ટીના આગેવાનો સૌથી આગળ છે ત્યારે સુરત નજીક આવેલ કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતાએ પોતાની પુત્રીનો જન્મ દિવસ જાહેરમાં ઉજવી લોકોને એકત્ર કરી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે.
View this post on Instagram
સુરતનાં ચલથાણ વિસ્તારના ભરત નગરમાં વધુ એક યુવાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો છે. પંથકમાં લોકોને જાણે પોલીસનો ડર રહ્યો નથી જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવી નિયમોનો ભંગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ એક લિસ્ટેડ બુટલેગરે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી કોરોના મહામારીની નિયમોનો ભંગ કર્યો હતો.
ત્યારે બીજી તરફ વરેલીમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા. જેને હજુ 10 થી 12 દિવસ જ થયા છે ત્યાં સુધીમા તો ચલથાણ ગામે આવેલા ભરત નગરમાં રહેતા યુવાને રાત્રિના સમયે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો છે. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હતું અને સાથે માસ્ક પણ પહેર્યા ન હતા. જાહેરમાં બર્થડે ઉજવણીના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, આ વિસ્તારના લોકો પોલીસને હેરાન કરવામાં ઘણી મજા આવી રહી છે.
અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ થોડા દિવસ પહેલા સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ હતું. આમ, સુરતમાં એક અઠવાડિયામાં સતત આ ચોથી ઘટના સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.