મોતની મુસાફરીનો વીડિયો વાઇરલ: પંચમહાલમાં ખાનગી બસમાં મુસાફરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી; દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

Panchmahal News: પરિવહન ક્ષેત્રે સામાન્ય પ્રજાને સુવિધા પુરી પાડવામાં તંત્ર કેટલું વમણું પુરવાર થઇ રહ્યું છે. જેનો વરવો પુરાવો ગોધરા-વડોદરા હાઇવે પરથી સામે આવ્યો છે.જેમાં…

Panchmahal News: પરિવહન ક્ષેત્રે સામાન્ય પ્રજાને સુવિધા પુરી પાડવામાં તંત્ર કેટલું વમણું પુરવાર થઇ રહ્યું છે. જેનો વરવો પુરાવો ગોધરા-વડોદરા હાઇવે પરથી સામે આવ્યો છે.જેમાં ખાનગી લકઝરી બસો ના છાપરા પર મુસાફરી કરતા શ્રમજીવી બે ટંક રોટી માટે રોજગારી મેળવવા માટે મજબુર થઇ મુસાફરી કરતાં જોવા મળી રહ્યો છે.આવી જોખમી મુસાફરી(Panchmahal News) જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.કારણકે આ અગાઉ પણ આવા મોતની મુસાફરીના અનેક વિડીયો સામે આવી ચુક્યા છે.તેમ છતાં જાણે કે તંત્રની આંખ શા માટે નહિ ઉઘડતી હોય તેવા અનેક સવાલો મનમાં ઉભા થાય છે.

મોતની મુસાફરીનો વિડીયો સામે આવ્યો
અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં ગોધરા-વડોદરા હાઇવે ઉપર MP રાજસ્થાનથી આવતી ખાનગી ખાનગી લકઝરી બસોમાં ફરી એકવાર મોતની મુસાફરી સામે આવી છે.40થી 42 ડીગ્રી ઘોમઘખતા તાપમાં ખુુલ્લા આકાશમાં પરપ્રાંતીયો બસના છાપરા પર બેસીને જતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે.તંત્રની મિલીભગત અને રહેમ નજર હેઠળ બેખોફ અને બેરોકટોક આર.ટી.ઓ ના નિયમોને તોડી મરોડી નેશનલ હાઇવે પર ચાલતી ખાનગી લકઝરી બસોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બસની અંદર અને એટલા જ મુસાફરો બસની છત ઉપર બેસાડી જાન ને જોખમે 500થી 700 કિલોમીટરના લાંબા રૂટ પર શ્રમજીવીઓને પરિવહન કરાવવામાં આવી રહ્યું છે.

વિડીયો જોઈને મનમાં અનેક સવાલો ઉભા થાય છે
આ વિડીયો જોઈને કોઈપણના મનમાં અનેક સવાલો ઉભા થાય છે કે, આવી જોખમી મુસાફરી થતી હોવા છતાં પોલીસ તંત્રને આ કેમ નજરે આવતુ નથી. બીજુ કે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ જગ્યાઓ પર ચેકપોસ્ટ પણ ઉભા કરવામા આવ્યા છે. ત્યારે પોલીસને આ આંખે આવતું નહીં હોય તે પણ એક સવાલ છે. જો આ રીતની જોખમી મુસાફરીથી કોઈ અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ???

બસની છત ઉપર 30 થી 40 જેટલા મુસાફરોને બેસાડવવામાં આવ્યા
ખાનગી લકઝરી બસોમાં રોડ ટ્રાન્સપોટેશનના નિયોમોનો ભંગ કરી બસની અંદર ધારાધોરણ કરતા વધુ મુસાફરો બેસાડાય છે. તેમ છતાં વધુ કમાણીની લ્હાયમાં બસની છત ઉપર 30 થી 40 જેટલા મુસાફરોને બેસાડવામાં આવતા હોય છે. શિયાળો ઉનાળો ચોમાસુ કોઈ પણ તું ચાલતી હોય ટ્રાવેલ્સ એજન્સીઓની ખાનગી બસોમાં કોઈ ફેરફાર મુસાફરોના પરિવહનમાં દેખાતો નથી.

તંત્ર રસ દાખવે તે જરૂરી
સામાન્ય પ્રજા મજૂરીયાત વર્ગને પરિવહન ક્ષેત્રે કેટલી હાડમારી વેઠવી પડી રહી છે. કેવા સંજોગોમા જાનના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. તેની કોઈ પરવાહ જ નથી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓની બેફામ દોડતી અને સરકારના બનાવેલા રોડ ટ્રાન્સપોર્ટ ના તમામ નિયમોને બસોના તોતિંગ ટાયરો નીચે કચડતી દોડી રહેલી ખાનગી લકઝરી બસોને રોકવા કે પછી જાનના જોખમેં બસોની છત પર મુસાફરી કરતી શ્રમજીવી પ્રજા ની હલાકીઓને દૂર કરવા કોઈ ચોક્કસ કામગીરી થાય તેમાં સરકારનું આર.ટી.ઓ વિભાગ એસ ટી બસ પરિવહન વિભાગ કે લાગતું વળગતું તમામ તંત્ર રસ દાખવે તે જરૂરી છે.