‘ઓજી ગજ્જનસિંહ આયે ઉઠ જા, મૈંનૂ તો દેખ લે એક વારી’. આ શબ્દો જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) માં આવેલ પૂંછમાં આતંકવાદી (Terrorist) સાથેની અથડામણમાં શહીદ (Martyr) થયેલા પંજાબના જવાન ગજ્જસિંહ (GajjSingh) ની પત્નીના શબ્દો છે. શહીદ પતિના પાર્થિવદેહ પાસે હૈયાફાટ રૂદન કરી રહેલ પત્નીએ તો સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. હરપ્રિત એટલું જ કહે છે, એકવાર આંખો ખોલો અને તેને જોઈ લો. રડતાં રડતાં હરપ્રિત કાયર આતંકવાદીઓ અંગે પણ બોલી રહી છે.
વિધિની વક્રતા તો જુઓ:
13 ઓક્ટોબરે જ ગજ્જનસિંહ રજા પર આવવાના હતા. 10 દિવસની રજા હોવાને લીધે ઘરમાં બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી. આ જ દિવસે તિરંગામાં વીંટળાઈને તેમનો પાર્થિવ દેહ ઘરે આવે છે. પરિવારજનો આ ઘડીની કલ્પના પણ કરી શકતા નથી. પરિવારજનો જ નહીં ગામ આખું આઘાતમાં છવાઈ ગયું છે.
ગત ફેબ્રુઆરી માસમાં જ લગ્ન થયા હતા:
હજુ તો ગત ફેબ્રુઆરી માસમાં જ ગજ્જનસિંહ તથા હરપ્રિતના લગ્ન થયા હતા. ખેડૂત યુનિયનના ઝંડાની સાથે પરણવા નીકળેલા ગજ્જનસિંહની એક તસવીર ખુબ જ વાઇરલ થઈ હતી. લગ્નના દિવસે ગજ્જનસિંહ કંઈક હટકે અંદાજમાં દુલ્હનને ટ્રેક્ટરમાં બેસાડીને ઘરે લાવ્યા હતા.
સોમવારે શહીદ થયાના સમાચાર મળ્યા:
સોમવારે જમ્મુ કાશ્મીરમાં આવેલ પૂછમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જેટલા જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ પાંચ શહીદો પૈકી એક ગજ્જનસિંહ હતા. તેઓ સૈન્યની 23 શીખ રેજિમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા.
પંજાબના પરચંદામાં અંતિમ સંસ્કાર:
શહીદ ગજ્જનસિંહને બુધવારે વતન પરચંદામાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમયે મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની પણ હાજર રહ્યા હતા. સમગ્ર પરિવાર સહિત આખા પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.