તેલંગણામાં પોલીસ પર હુમલો કરતા લોકોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેટલાક લોકો પોલીસ ટીમ અને વન રક્ષકો પર હુમલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો ફોરેસ્ટ રેન્જ અધિકારી સી. અનિતાના માથા પર શેરડી વડે વાર કર્યો હતો.
કથિતરીતે હુમલો કરનારા લોકો તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (TRS)ના હોવાનું જણાવાઈ રહ્યું છે. મામલો તેલંગણા આસિફાબાદ જિલ્લાના સિરપુર કગાજનગરનો છે અને આ ઘટના શનિવારે વૃક્ષારોપણ અભિયના દરમિયાન થઈ હતી. અધિકારીએ હુમલાખોર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. હુમલો કરનારનું નામ કોનેરુ કૃષ્ણા છે. તે સ્થાનિક નિગમનો ચેરમેન છે અને વિસ્તારના TRS ધારાસભ્યનો ભાઈ છે.
#WATCH Telangana: A police team & forest guards were attacked allegedly by Telangana Rashtra Samithi workers in Sirpur Kagaznagar block of Komaram Bheem Asifabad district, during a tree plantation drive. (29-06) pic.twitter.com/FPlME1ygCp
— ANI (@ANI) June 30, 2019
ફોરેસ્ટ ગાર્ડની ટીમ રાજ્ય સરકારના આદેશ બાદ વિસ્તારમાં વૃક્ષારોપણ માટે ગઈ હતી. આ વૃક્ષારોપણ અભિયાન કાલેશ્વરમ ઈરીગેશન પ્રોજેક્ટનો એક ભાગ છે, જે CMના ચંદ્રશેખર રાવનું બીજું સૌથી મોટું સપનું છે.
મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, તે લોકોને જણાવી રહ્યા હતા કે, તેઓ સરકારના નિર્દેશનું પાલન કરી રહ્યા છે, પરંતુ ભીડમાં કોઈએ તેમની વાત ન સાંભળી. પોલીસે કહ્યું કે, તેઓ હુમલાખોરની ઓળખ કરીને તેમની ધરપકડ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.