રેલો આવતા બિસ્તરાં-પોટલા લઈને દેશ છોડી હાલતા થયા શ્રીલંકાના રાષ્ટ્રપતિ- જુઓ LIVE વિડીયો

શ્રીલંકા(Sri Lanka)માં ચાલી રહેલા હોબાળા વચ્ચે દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) ના ભાગી જવાના સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક લોકો નેવીના જહાજ પર મોટા સૂટકેસ લોડ કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે આ તમામ સૂટકેસ રાષ્ટ્રપતિ રાજપક્ષેની છે. આ વિડીયો(Viral video)માં લોકો ઉતાવળમાં સૂટકેસ લોડ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શનિવારે સવારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનની બહાર પોલીસ બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા હતા. આ ઘટના બાદથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ગુમ છે.


આ વિડીયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી 

એક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે, કોલંબો એરપોર્ટ પર ધ હાર્બર માસ્ટરે જણાવ્યું હતું કે, લોકોનું એક જૂથ SLNS સિંદુરાલા અને SLNS ગજબાહુમાં ચઢતા જોવા મળ્યું હતું. તે પછી તેઓ ત્યાંથી નીકળી જાય છે. તેણે ચેનલને કહ્યું કે હું એ નથી કહી શકતો કે આ જહાજોમાં કોણ સવાર છે. જો કે, સરકારના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, દેશની સ્થિતિને જોતા, રાષ્ટ્રપતિ રાજપક્ષેને ગઈકાલે રાત્રે જ આર્મી હેડક્વાર્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે શ્રીલંકામાં નવો વળાંક આવ્યો છે. ત્યાં હજારો વિરોધીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસી ગયા અને ત્યાં રાષ્ટ્રપતિના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા લાગ્યા. આવી તસવીરો સામે આવી છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્વિમિંગ પૂલની આસપાસ મોટી સંખ્યામાં વિરોધીઓ જોવા મળી રહ્યા છે. ઘણાના હાથમાં શ્રીલંકાનો રાષ્ટ્રધ્વજ છે અને ઘણા નારા લગાવી રહ્યા છે.

અહીં પોલીસે પણ પ્રદર્શનકારીઓને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં બે પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. હજારો પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર નાકાબંધી કરી રહેલા પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યા.હજારો વિરોધીઓ જૂની સંસદમાં પણ ઘૂસી ગયા. ઉંચાઈ પરથી લેવામાં આવેલી એક તસવીર સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે ઈમારતની સામે દૂર દૂરથી ગીચ ભીડ દેખાઈ રહી છે. એટલી ભીડ છે કે સહેજ પણ જગ્યા દેખાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *