પાકિસ્તાન સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ હાલમાં જ એક ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કર્યું હતું જેમાં ઇન્વેસ્ટર ના મનોરંજન માટે બેલી ડાંસ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પાકિસ્તાની પત્રકાર ગુલ બુખારી એ પોતાના ટ્વિટર પર ડાન્સનો વીડિયો શેર કર્યો છે. ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનની આ હરકત ની ખુબ આલોચના થઈ રહી છે. આ સમિટનું આયોજન ૪ થી ૮ સપ્ટેમ્બર દરમિયાન અજરબઇજાન ના બાકુંમાં કરવામાં આવ્યું છે.આ વીડિયોમાં એક વ્યક્તિ ડાન્સરની તસવીર લેતો જોવા મળે છે.વિડિયો દ્વારા સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન પોતાના રોકાણકારોને બચાવવા માટે આવા પ્રોગ્રામ કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા ઉપર લોકોએ પાકિસ્તાનના આ પગલાને નવું પાકિસ્તાન જણાવ્યું. એક ટ્વીટ કર્યું હતું કે પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે વાળ, ભેંસ, ગધેડા, કુતરા અને ડુક્કર વેચવાથી લઈને બેલી ડાંસ ઉપર આવી ગયો છે.
When General Doctrine Chief Economist tries to lure investors into the Pakistan Investment Promotion Conference in Baku, Azerbaijan with belly dancers…. pic.twitter.com/OUoV85wmnV
— Gul Bukhari (@GulBukhari) September 7, 2019
એક યૂઝરે લખ્યું કે ઈન્વેસ્ટરોને આકર્ષિત કરવા માટે પાકિસ્તાન પાસે બેલી ડાંસ સિવાય બીજું કશું નથી. જણાવી દઈએ કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેને ચીન તેમજ સાઉદી અરબ જેવા દેશો પાસેથી મદદ માંગવી પડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.