પરિવાર માટે રણચંડી બની મહિલા: ધોળા દિવસે ઘરના આંગણેથી ઉભી પૂછડીએ ભગાડ્યા ચોરોને, જુઓ વિડીયો

Punjab Women Viral Video: નારીને માટે એક શબ્દ વપરાય છે અબલા, પણ ખરેખર જયારે વાત એક નારીના પરિવાર પર આવે છે ત્યારે તે રણચંડી બની જાય છે. ત્યારે આવી જ એક ઘટના પંજાબના અમૃતસરમાં બની છે. જ્યાં ધોળે દિવસે ચોરી કરવા આવેલા ત્રણ ચોરોનો નીડરતા પૂર્વક (Punjab Women Viral Video) સામનો કરી ઉભી પૂછડીએ ભગાડ્યા હતા. ત્યારે આ ઘટનાનો એક વિડીયો પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા તેના બાળકો સાથે એકલી છે અને સમજપૂર્વક આ પરિસ્થિતિનો સામનો કરે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સાથે જ આ મહિલાના વખાણ પણ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર પંજાબના અમૃતસરના વેરકા વિસ્તારમાં ત્રણ યુવકોએ દિવસે દિવસે લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલાએ એટલી હિંમત બતાવી કે બદમાશ યુવકોને ભાગવું પડ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના વેરકાના સ્ટાર એવન્યુ પર બની હતી. ત્રણ બદમાશો લૂંટના ઇરાદે દિવસના અજવાળામાં મનદીપ કૌરના ઘરમાં ઘૂસ્યા, પરંતુ મહિલા અડીખમ ઊભી રહી. મહિલાનો પતિ સોનાનું કામ કરે છે, તેથી ગુનેગારોએ આ ઘર પસંદ કર્યું હતું.

વિડીયોમાં જોઈ શકો તેમ મહિલા ઘરમાં એકલી હતી અને તેના બે નાના બાળકો પણ હાજર હતા. લુંટારુઓએ દિવાલ પર ચઢીને ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જ મહિલાએ ઘરનો ઓરડો બંધ કરી દીધો અને જોર જોરથી ચીસો પાડવા લાગી. બદમાશોએ થોડો સમય દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેઓ સફળ ન થયા, ત્યારે તેઓ ભાગી છૂટ્યા હતા

મહિલા બાળક સાથે ઘરે હતી
પીડિતા મનદીપ કૌરે જણાવ્યું કે તે તેના બાળકો સાથે ઘરમાં એકલી હતી, જ્યારે કેટલાક લૂંટારાઓએ તેના ઘરની દિવાલ પર ચઢીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. તેમને આવતા જોઈ તે તરત જ દરવાજો પકડીને ઊભી રહી. ઘટના અંગે મહિલાના પતિ જગજીત સિંહે જણાવ્યું કે આ ઘટના તેની પત્ની સાથે બની હતી. તેની પત્નીએ હિંમત બતાવી અને લૂંટારાઓનો સામનો કર્યો. તેમણે પોલીસને લૂંટારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પતિ સોનાનું કામ કરે છે
ઘટના અંગે મહિલા પોલીસ અધિકારી એ.કે.સોહીએ જણાવ્યું કે તાજેતરમાં ત્રણ લૂંટારુઓ એક સુવર્ણકારના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેની પત્નીએ ખૂબ જ હિંમત કરીને તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે આ કેસની તેમના દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને નજીકના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી લેવામાં આવશે.