ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આજે સવારે 10 વાગ્યે ગુજરાત બોર્ડ 12 સાયન્સનું પરિણામ (Gujarat Board 12th science result 2022) જાહેર કરશે. ગુજરાત બોર્ડ HSC પરિણામ 2022 GSEB સત્તાવાર વેબસાઇટ gseb.org દ્વારા જોઈ શકાશે. GSEB HSC પરિણામ 2022 વિજ્ઞાન તપાસવા માટે વિદ્યાર્થીઓએ તેમનો છ અંકનો સીટ નંબર દાખલ કરવો પડશે.
ગુજકેટનું પરિણામ થશે જાહેર:
18 એપ્રિલના રોજ લેવામાં આવેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે.
બોર્ડ GSEB HSC 2022 ટોપર્સનું નામ, માર્ક્સ અને અન્ય ડેટા પણ જાહેર કરશે. 12મું વિજ્ઞાન પરિણામ 2022 ગુજરાત બોર્ડની માર્કશીટ ઉમેદવારની વિગતો, કુલ ગુણ, ગ્રેડ અને અન્ય વિગતો ધરાવે છે.
12 સાયન્સનું પરિણામ જોવા માટે વિધાર્થીઓ નીચે આપેલ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે:
ધોરણ 12 સાયન્સનું પરિણામ વિધાર્થીઓ gseb.org અને gsebeservice.com પર જોઈ શકશે. આ પરીક્ષા ગુજરાતના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.
GSEB 12મું સાયન્સનું પરિણામ 2022: જાણો કેવી રીતે જોઈ શકશો
1. GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
2. આપેલ રીઝલ્ટ લિંક GSEB HSC Exam Results 2022 પર જાઓ.
3. તમારો છ અંકનો સીટ નંબર દાખલ કરો.
4. સબમિટ બટન દબાવો.
5. રીઝલ્ટ સ્ક્રીન પર આવશે.
6. રીઝલ્ટ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.
7. તમારું રીઝલ્ટ સારી રીતે તપાસો અને જો કોઈ ભૂલ જણાય તો શાળા પ્રશાસનનો સંપર્ક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.