સરકારી બાંધકામનું કામ કરતા ઈજનેરના ઘરે દરોડા પાડ્યા તો એટલું ‘કાળું ધન’ મળ્યું કે, પૈસા ગણવા મશીન મંગાવવું પડ્યું

આજે સર્વેલન્સ ટીમે એક એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. ટીમને દરોડા દરમિયાન ઘરમાંથી 60 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સર્વેલન્સ ટીમે રવિન્દ્ર કુમારની પૂછપરછ કરીને અત્યાર સુધીમાં 60 લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. વધુ પૈસા મળવાના કારણે ટીમને નોટો ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું. રવિન્દ્ર કુમારને હાજીપુરમાં માર્ગ બાંધકામ વિભાગમાં અધિકારી ઇજનેર તરીકેની પોસ્ટ આપવામાં આવી હતી, તાજેતરમાં તેમની બદલી બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનમાં કરવામાં આવી હતી.

વિજિલન્સ ટીમે સરકારી બાંધકામ કરતા એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. વિજીલન્સની ટીમે આ એન્જિનિયરના ઘરેથી 60 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. રવિન્દ્ર કુમાર બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના એન્જિનિયર છે. વિજિલન્સની ટીમે સવારે 9 વાગ્યે પુનૈચક વિસ્તારમાં રહેતા એન્જીનીયર રવિન્દ્ર કુમારના નિવાસસ્થાને દરોડા પડ્યા હતા. રવિન્દ્ર કુમાર પણ તે જ સમયે ઘરે હતા.

સર્વેલન્સ ટીમે રવિન્દ્ર કુમારની પૂછપરછ કરીને અત્યાર સુધીમાં 60 લાખ રૂપિયાની વસૂલાત કરી છે. વધુ પૈસા મળવાના કારણે ટીમને નોટો ગણવા માટે મશીન મંગાવવાની ફરજ પડી હતી. રવિન્દ્ર કુમારને હાજીપુરમાં માર્ગ બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકેની ફરજ સોપવામાં આવી હતી. તાજેતરમાં તેમની બદલી બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનમાં કરવામાં આવી છે.

આ પહેલા ફેબ્રુઆરીમાં વિજિલન્સે વધારે સંપત્તિના કારણે નિવૃત્ત એન્જિનિયર ધનંજય મણિ તિવારીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ચાર કરોડથી વધારેની સંપત્તિ મળી આવી હતી.

19 ફેબ્રુઆરીએ વિજિલન્સે અપ્રમાણસર સંપત્તિના કેસમાં નિવૃત્ત એન્જિનિયર અને તેની પત્ની સંજના તિવારી સામે ફરિયાદ નોધવામાં આવી હતી, ત્યારબાદ સિવાનના મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળ માલવિયા નગર વિસ્તારમાં ધનંજય મણિ તિવારીના ત્રણ માળના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા અને ચાર કરોડથી વધુની રકમ પણ મળી હતી. એટલું જ નહિ પરંતુ તેનાથી વધુ મૂલ્યની સંપત્તિ પણ બારામત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *