ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો વિજય માલ્યા, જાણો શું કહ્યું

88

ભારતમાં હજારો કરોડનું ફૂલેકુ ફેરવીને ઈંગ્લેન્ડ ભાગી ગયેલો વિજય માલ્યા લંડનમાં ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. વિજય માલ્યા હાલમાં જ ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર જોવા મળ્યો હતો અને તેણે સ્ટેડિયમની બહાર મીડિયાને કહ્યું હતું કે, હું અહિંયા મેચ જોવા આવ્યો છું.

આ પહેલીવાર નથી જ્યારે બેંકોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલો વિજય માલ્યા મેચ જોવા આવ્યો હોય. પરંતુ આ પહેલા પણ તે ઇંગ્લેન્ડમાં ભારતની મેચમાં જોવા મળ્યો હતો. ત્યારે હોબાળો થયો હતો.


ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલના રોજ બ્રિટનની કોર્ટે માલ્યાને મોટો ઝટકો આપ્યો હતો. જે મુજબ માલ્યા લંડનની ICICI બેંકમાંથી પોતાના પૈસા કાઢી નહીં શકશે. હાઈકોર્ટના જજ માસ્ટર ડેવિડ કુકે ભારતીય સ્ટેટ બેંક અને અન્ય બેંકોના ICICI બેંકની લંડન શાખામાં જમા માલ્યાના 2.34 કરોડ રૂપિયા સુધી પહોંચનો અંતિમ આદેશ આપ્યો હતો.

વિજય માલ્યા વસૂલાતના પ્રયત્નોમાંથી રાહત મેળવવા માટે બ્રિટિશ હાઈકોર્ટને સમજાવી શકવામાં નિષ્ફળ રહ્યો હતો. કોર્ટે માલ્યાના લંડન સ્થિત બેંક અકાઉન્ટમાંથી 259000 પાઉન્ડ એટલે કે 2.34 કરોડ રૂપિયા પર કબ્જો મેળવવા ભારતીય બેંકોના પ્રયત્નો વિરુદ્ધ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

ANI

આ સાથે જ હાઈકોર્ટે શરત મૂકી હતી કે, જ્યાં સુધી માલ્યા વિરુદ્ધ ચાલી રહેલા કેસોનો નિર્ણય ન આવી જાય, ત્યાં સુધી બેંક તે પૈસા કાઢી નહીં શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.